BREAKING

લેબલ botad સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ botad સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બોટાદ આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજથી 26મી જાન્યુઆરી સુધી પુસ્તક મેળો યોજાશે

બોટાદ આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના યુવાનો માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો તેમજ બાળકો માટે વાર્તા અને નાની પુસ્તિકાઓ ખાસ ડિસ્કાઉન્ટની મળી રહે તે માટે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળો તા. 23 થી 26 જાન્યુઆરી સુધી બોટાદ હવેલી ચોક મહિલા મંડળ ખાતે યોજવામાં આવશે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા, બાળવાર્તા, સાહસિક કથાઓ, જુર્લેવર્લની રોમાંચક કથાઓ, મેઘાણી સાહિત્ય, ડૉ આઈ કે.વીજળીવાળાના પુસ્તકો, આધ્યાત્મિક પુસ્તકો, મેનેજમેન્ટ, બોટાદના લેખક અને સંપાદકના પુસ્તકો તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ઈંગ્લિશ સ્ટોરીની બુકો પણ ઉપલબ્ધ છે.

આ પુસ્તક મેળામાં 25 થી 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેમજ પુસ્તકમેળામાંથી એકત્ર થનાર તમામ ફંડ દિવ્યાંગ બાળકોની પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવશે. બોટાદ અને આજુબાજુના તમામ વાંચન પ્રિય વિદ્યાર્થીઓ, યુવાન અને વડીલ ભાઈ-બહેનો પુસ્તક મેળાની મુલાકાત લેવા માટે સંસ્થાનાં સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે.

બોટાદ ચાઈલ્ડ દ્વારા બોટાદ પોલીસ ની પ્રશંસનીય કામગીરી નું અંભિવાદન કરવામાં આવેલ

ગત તા. 05/01/21 રોજ બોટાદ તાલુકાના નવી સરવાઈ ગામના 15 વર્ષનું એક બાળક તાજપર ગામે સ્કૂલે પુસ્તકો આપવા નું કરી સવારે 10:30 વાગ્યે નીકળેલ સાંજ સુધી પરત ના ફરતા પરિજનો એ શોધખોળ કરતા મોડી રાત સુધી પરત ના ફરતા ચાઈલ્ડ હેલ્પલાઇન-1098 માં ફોન દ્વારા જાન કરતા ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા તેના પિતાનું કાઉં ન્સીલિંગ કરી જાણકારી મેળવી પોલીસ સ્ટેશન બોટાદ માં પોલીસ ની કાર્યવાહી કરાવતા દરમિયાન આ બાળક સાંજે અમરેલી ના એસ.ટી.ડેપો માં બેઠેલો હોવાનું જાણવા મળતાં બોટાદ બોલાવી અને તેના માતાપિતાને સોંપવામાં આવેલ સાથે બોટાદ પોલીસ સ્ટેશન એ.બી.દેવધા સાહેબ (પી. આઇ બોટાદ) દ્વારા બાળક ને શિક્ષણ પ્રત્યે સમજણ આપી ચાઈલ્ડ લાઈન ટીમ બોટાદ દ્વારા એ.બી.દેવધા સાહેબ (પી.આઇ.બોટાદ) ના વરદ હસ્તે શેક્ષણીક કીટ આપી પ્રોત્સાહિત કર્યું.પોલીસ ની પ્રશંસનીય કામગીરી નું બોટાદ ચાઈલ્ડ લાઈન દ્વારા અભિવાદન કરેલ.

દેશી હાથ બનાવટનો તમંચો તથા ૦૨ જીવતા કાર્ટીસ સાથે આરોપીને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ તથા પેરોલ ફર્લો સ્કોડ બોટાદ


શ્રી અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી,ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા અવાર નવાર સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જીલ્લાના તમામ અધિકારીશ્રીઓને અમલવારી કરવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.આર. ગોસ્વામી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખાના હેડ કોન્સ. ગોવિંદભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ. હિતેષભાઇ તખતસંગભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. મુકેશભાઇ રાજાભાઇ તથા હેડ કોન્સ. જયેશભાઇ ગભરૂભાઇ નાઓ ગઢડા રોડ ,બોટાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન હેડ કોન્સ. ગોવિંદભાઇ કાળુભાઇ તથા હેડ કોન્સ. જયેશભાઇ ગભરૂભાઇ નાઓને સંયુકત રીતે બાતમી મળેલ જે બાતમી અન્વયે રમેશભાઇ ઉર્ફે ભટ્ટી સન/ઓફ રસીકભાઇ મગનભાઇ ગોહીલ, ઉ.વ-૩૦ રહે. બોટાદ ઢાકણીયા રોડ રાધા-કૃષ્ણ-૩ તા.જી બોટાદ વાળા પાસેથી ગે.કા પરમીટ કે લાયસન્સ વગરનો હાથ બનાવટનો દેશી તમંચો(અગ્નિશસ્ત્ર) કિ.રૂ.૧૦૦૦૦/- તથા જીવતા કાર્ટિસ નંગ-૦૨ કિ.રૂ.૨૦૦/તથા મોબાઇલ નં.-૦૧ કિ.રૂ-૫૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂ.૧૦૭૦૦/- સાથે પકડાય જતા કાયદેસની કાર્યવાહી કરી બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ છે.

બોટાદમાં યુવક અને યુવતીએ સાથે ગળા ફાસો ખાઈ જીવન ટુકાવ્યું

બોટાદના ખોડીયાર નગર બે માં રહેતી કિંજલબેન દશરથભાઈ ઝાલા કોળી પટેલ ઉંમર 18 ધંધો રત્નકલાકાર તેમજ રણજીતભાઈ બુધાભાઈ ગોહિલ ઉંમર વર્ષ ૨૧ રહે દેવધરી તાલુકો વિછીયા ધંધો રત્નકલાકાર આ બંને યુવક અને યુવતી થોડા સમય પહેલા સગાઈ ના સંબંધી થી બંધાયા હતા યુવક-યુવતી અને યુવતીના પિતા દશરથભાઈ ઝાલા બોટાદના હિફલી વિસ્તાર માં કારખાનામાં એક સાથે હિરા ઘસવાનું કામકાજ કરતા હતા અગમ્ય કારણોસર કિંજલબેન અને તેમના મંગેતર રણજીતભાઈ ખોડિયાર નગરમાં કિંજલ બેન ના ઘરે બંનેએ ગળાફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હાલ આ સમગ્ર ઘટનાને લઇ બોટાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોટાદ શહેરમાં ૨૫ યોગ ટ્રેનરો માટે ૩૦ દિવસની યોગ તાલીમ શીબીર યોજવામાં આવી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વ્રારા બોટાદ માં શહેર માં આવેલ અક્ષરપાર્ક, પાળીયાદ રોડ ખાતે તારીખ ૦૧/૧૨/૨૦૨૦ થી ૩૧/૧૨/૨૦૨૦ સમય દરમિયાન યોગ તાલીમ શીબીર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાં થી ૨૫ લોકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વ્રારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ શીબીર નાં કોચ તરીકે અર્જુનભાઈ નિમાવત ની નિમણુંક કરવામાં આવી હતી. જેવો છેલ્લા ૧૦ વર્ષ થી યોગ શ્રેત્રે કાર્યરત છે. ઓપન ઇન્ટર નેશનલ વિનર રહી ચુકેલ છે. ડી.વાય.એડ યુ.જી.સી. માન્ય કોર્ષ કરેલ છે . તેમના દ્વ્રારા યોગ તાલીમ આપવામાં આવી હતી. જેમાં હળવી કસરત,સર્વાંગી વ્યાયમ, પ્રાણાયામ, આસનો, ધ્યાન, શત્કર્મો , સુર્ય નમસ્કાર તેમજ યોગ વિશે ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી હતી. તારીખ ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ તાલીમ પૂર્ણ થતા પુર્ણાહુતી કાર્યક્રમ રાખવા મા આવ્યો હતો. જેમાં મુખ્ય મેહમાન  પી.કે. ત્રિવેદી સાહેબ ( જિલ્લા રોજગાર અધિકારી ),  વસીમ શાહ સાહેબ ( જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ),  યોગેશ મેહતા સાહેબ ( જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ),  જલ્પા બેન ચાવડા ( યોગ કોચ ),  દિનેશ ભાઈ દિહોરા ( જિલ્લા યુવા વિકાસ અધિકારી )  અમૃત ભાઈ સલાટ ( સ્પોર્ટ્સ ટીચર ) ઉપસ્થિત રહીયા હતા. કાર્યક્રમ ની શુભ શરૂવાત પ્રાર્થના અને દિપ પ્રાગટ્ય થી કરવામાં આવી. ત્યાર બાદ મેહમાન શ્રીઓ નું પૂછપગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું . ત્યાર બાદ  પી.કે.ત્રિવેદી સાહેબ અને  વસીમ શાહ સાહેબ દ્વ્રારા યોગ ટ્રેનર તાલીમાર્થી ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બોટાદ જિલ્લો યોગમય બને એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતા જીલ્લા વી.એમ.કે બોટાદ કેન્દ્ર પર મહિલાઓને કોરોનાની માહિતી આપવામાં આવી

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતા જીલ્લા વી.એમ.કે બોટાદ કેન્દ્ર પર મહિલાઓને કોરોનાની ગંભિર પરિસ્થિતિને ધ્યાને રાખીને સાવચેતી સાથે મહિલા જાગ્રત કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં મહિલાઓને નુતનબેન રાઠોડ દ્વારા વિવિધ યોજના વિશે જેમકે રાષ્ટ્રીય કુંટુંબ સહાય, વિધવા સહાય યોજના, વૃધ્ધ પેન્શન, વ્હાલી દિકરી યોજના તેમજ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટેની મહિલા સ્વાવલંબન યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.

બોટાદમાં ડિજિટલ માધ્યમથી ભરતી મેળો યોજાશે


બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તે માટે તા.14/12/20 ના રોજ 18 થી 35 વર્ષની વયમર્યાદા અને ધો.12 પાસની લાયકાત ધરાવનાર સ્ત્રી કે પુરુષ રોજગાર ઇચ્છુકો માટે એઇમ લિ. ભાવનગર ખાતેના એકમ માટે ડિઝિટલ માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું છે. ઈ-ભરતીમેળામાં ભાગ લેવા બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. 02849 271315 સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક https://forms.gle/DRWSzwNRnEmKm6Fm6 મેસેજથી મળશે જેમા વિગત ભરી તા.14/12/20ના રોજ સવારના 11 કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,બોટાદનો સંપર્ક કરવા જણાવ્યું છે.

બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

બોટાદ નગરપાલિકા દવારા સ્વચ્છતા સર્વેક્ષણ -2021અંતર્ગત બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ ઓડીટેરીયમમા માં બાળકો દવારા સ્વચ્છતા અંગેની જાગૃતિ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ભારત સરકાર દ્વારા ચાલતું સ્વછતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત આજરોજ બોટાદની નગરપાલિકા કચેરીના નાનાજી દેશમુખ ઓડીટોરીયમ મા કોલેજ તથા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા આજરોજ નાનાજી દેશમુખ ઓડિટોરિયમ હોલ માં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા માટે જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બોટાદના પ્રમુખશ્રી તેમજ સભ્ય શ્રી તથા બોટાદના નાગરિકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરાવા માટે નો હેતુ બોટાદના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને લોકો સ્વચ્છતા માટે સહકાર આપે તેવા હેતુથી બોટાદ નગરપાલિકા દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
વધુમાં બોટાદના સેનેટરી ઓફિસર દ્વારા તેમજ બાળકો દ્વારા સ્વચ્છતા જાળવવા અને કચરો જ્યાં ત્યાં નહીં ફેકવા તેમજ ગંદકી નહીં કરવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો, તેમજ સ્વચ્છતા અંગેની એપ ડાઉનલોડ કરી અને તે એપ દ્વારા પણ ફરિયાદ કરવા જણાવ્યું હતુ.

બોટાદ શહેરમાં આવેલ આનંદધામ ગ્રીન સિટી પાસે જોરદાર અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત

બોટાદ શહેરમાં આવેલ આનંદધામ ગ્રીન સિટી પાસે  જોરદાર અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત 
હાલ મરનાર વ્યક્તિ ના પરિવારની શોધખોળ શરૂ છે 
અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલિક ધોરણે બોટાદ ની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા

લાઠીદડ ગામે વાડીમાંથી એક મહિલા સહિત ચાર શ્રમિકોના મોત


બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે વાડીમાંથી એક મહિલા સહિત ચાર શ્રમિકોનાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.


પીએમ કર્યા બાદ મૃતકોની લાશ તેમના સગાંઓને સોંપી દેવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે વાડીના માલિકની પૂછપરછ શરુ કરી છે. આ ચકચારી ઘટનાનું રહસ્ય હવે પીએમ રીપોર્ટ આવ્યાં બાદ જ ખબર પડશે.

મૃતક શ્રમિકો છોટાઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામના વતની હતાં અને આજીવિકા માટે લાઠીદડ ગામે આવ્યાં હતાં.

બોટાદ જિલ્લા પોલીસના રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ દ્વારા સબ જેલની મુલાકાત લેવામાં આવી

બોટાદ જિલ્લા પોલીસના રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ દ્વારા બોટાદ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન સબ જેલની મુલાકાત લેવામાં આવેલ તેમજ બોટાદ જિલ્લાના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ માં જિલ્લા પોલીસની કામગીરીની તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવેલ. તેમજ લોકોને ફરજિયાત માસ્ક પહેરી પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સરકાર ની ગાઇડલાઇન મુજબ કોરોના વાઇરસ સંબંધિત કડક માર્ગદર્શિકા પાલન કરવા જણાવેલ. તેમજ બોટાદ જિલ્લા પોલીસ પણ નિયમોનું કડક પાલન કરાવવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું. ગઢડા પોલીસ સ્ટેશન નું નિરીક્ષણ કર્યું હતું. જેમાં તમામ કોન્સ્ટેબલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી અને સહાનુભૂતિપૂર્ણ અભિગમ સાથે લોકોની સક્રિય / ઝડપી ફરિયાદો નિવારણ તરફેણ કરવા સૂચના આપવામાં આવી હતી.

બોટાદમાં ‘પ્લે એટ હોમ’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે

જિલ્લા રમતગમત અધિકારી કચેરી બોટાદ સંચાલિત “પ્લે એટ હોમ” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈજના ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે સ્વહસ્તે તૈયાર કરી તેને માઉનટીંગ કરાવ્યા બાદ જીલ્લા રમતગમત કચેરી ખાતે 24થી 11 ડિસેમ્બર સુધી બપોરે 12 કલાક સુધીમાં મોકલી આપવામાં રહેશે.

બોટાદ જિલ્લાના બુબાવાવ ગામના ઈશ્વરભાઈના પિતાખેમાભાઈને મા અમૃત્તમ કાર્ડ થકી નવજીવન મળ્યું

નાના માણસો માટે ‘મા અમૃતમ’ યોજના
આશિર્વાદરુપ છે : ઈશ્વરભાઈ ભડાણિયા

બોટાદ જિલ્લાના બુબાવાવ ગામના ઈશ્વરભાઈના પિતા ખેમાભાઈને મા અમૃત્તમ કાર્ડ થકી નવજીવન મળ્યું

યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખેમાભાઈની સફળતાપૂર્વક બાયપાસ સર્જરી કરાઈ

બોટાદ જિલ્લાના બુબાવાવ ગામના ખેમાભાઈ ભડાણિયાને રાજ્ય સરકારની મા અમૃત્તમ યોજનાને કારણે નવજીવન પ્રાપ્ત થયું છે. છેલ્લા દસ વર્ષથી હ્રદયરોગની તકલીફ ભોગવતા 68 વર્ષના ખેમાભાઈની અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સફળતાપૂર્વક બાયપાસ સર્જરી થતા ભડાણિયા પરિવારમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
ખેમાભાઈ ભડાણિયાના પુત્ર ઈશ્વરભાઈ તેમના પિતાને મા અમૃતમ કાર્ડનો લાભ કેવી રીતે મળ્યો તે અંગેની વિગતો આપતા કહે છે, ‘’ મારા પિતાને 10 વર્ષથી હ્રદયરોગની તકલીફ હતી. અમે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર પણ કરાવતા હતા, પણ અંતે ખાનગી હોસ્પિટલે યુ.એન.મહેતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા માટે કહ્યું. અંતે, અમે અહીં બાયપાસ સર્જરી કરાવવાનું નક્કી કર્યું. ઓપરેશન ત્રણ કલાક ચાલ્યું. અને હવે પિતા સ્વસ્થ છે.’’ઈશ્વરભાઈ કહે છે કે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના અમારા મિત્ર  અશોકભાઈ અમારી મદદે આવ્યા. રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી  કિશોરભાઈ કાનાણીની કચેરીમાં ઋતુરાજભાઈ ભટ્ટ વાતચીત કરી અમને ઓપરેશન માટેની વ્યવસ્થા કરવામાં મદદરુપ થયા.’’
ઉલ્લેખનીય છે કે  ઋતુરાજભાઈ ભટ્ટ રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી  કિશોરભાઈ કાનાણીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ઈશ્વરભાઈ તેમના પિતાની સારવારનો શ્રેય રાજ્ય સરકારની મા અમૃતમ યોજનાને આપતા કહે છે, ‘’મા અમૃત્તમ યોજના નાના અને મધ્યમવર્ગના માણસો માટે આશિર્વાદરુપ છે. તેઓ ઉમેરે છે, જો મા અમૃત્તમ કાર્ડ ન હોય તો આવી બિમારીમાં પાચથી સાત લાખ રુપિયાનો ખર્ચ કરવાનું મધ્યમવર્ગના પરિવાર માટે મુશ્કેલ બને. કોઈની પાસે ઉછીના રુપિયા લેવા પડે. પણ સરકારની આ યોજનાના કારણે સારવાર મફતમાં થઈ.’’ઈશ્વરભાઈ યુ.એન. મહેતા હોસ્પિટલનો તેમનો અનુભવ વર્ણવતા કહે છે કે, અહીં માત્ર ગુજરાતમાંથી જ નહીં, પણ અન્ય રાજ્યના દર્દીઓને પણ ઉત્તમ સારવાર મળી રહે છે. તેઓ કહે છે કે સરકારની સહાયથી ચાલતી આ હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉત્તમ વ્યવસ્થા છે. દર્દીની સારવારમાં ચોક્કસ પ્રક્રિયા અનુસરવામાં આવે છે, જેથી સુચારુરુપે સંચાલન થાય છે. ખેમાભાઈની સારવારમાં મદદરુપ થયેલા  અશોકભાઈ કહે છે કે,’’ મારા મિત્ર ઈશ્વરભાઈના પિતા ખેમાભાઈને હ્રદયરોગ માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી  કિશોરભાઈ કાનાણીને વાત કરી, તેમણે ત્વરીત સહાય કરી અને ખેમાભાઈનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું.’’ ઉલ્લેખનીય છે કે દર્દી ખેમાભાઈ ભડાણિયાના પુત્ર ઈશ્વરભાઈ ભડાણિયા 33 વર્ષના છે.તેઓ બોટાદમાં શિક્ષક તરીકે કામ કરે છે. તેમના મોટાભાઈ ખેતીમાંથી રોજીરોટી રળે છે. પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ છે.આમ, રાજ્ય સરકારની મા અમૃત્તમ કાર્ડ યોજના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે સંજીવનીનું કામ કરી છે.

બોટાદ ગ્રામ પંચાયત સશક્તીકરણ માટે ઓનલાઈન તાલીમ

 બોટાદ જિલ્લામાં 1 ડિસેમ્બરે ગ્રામ પંચાયતના સશક્તિકરણ માટે ક્ષમતાવર્ધન માટે ઓનલાઈન તાલીમ યોજાશે. બોટાદ ઉપરાંત ભાવનગર, અમરેલી અને અમરેલી જિલ્લાના તાલીમાર્થીઓ માટે પણ આ તાલીમ યોજાશે. કોવિડને ધ્યાને રાખીને વેબેક્ષથી ઓનલાઈન ટ્રેનિંગ બપોરે 12-30થી 3-30 કલાકે યોજાશે. આ તાલીમમાં સરપંચ, તલાટી, વીસીઈ, આંગણવાડી વર્કર, આશા વર્કર, શાળા વ્યવસ્થાપન સમિતિ, દિનદયાળ ગ્રાહક ભંડાર નિગરાની સમિતિ, પાણી સમિતિ અને ગ્રામ આરોગ્ય સ્વચ્છતા સમિતિના સભ્યો ઓનલાઇન ઉપસ્થિત રહેશે. જે જિલ્લામાં પેસા કાયદો લાગુ છે ત્યાં શાંતિ સમિતિ, તકેદારી અને દેખરેખ સમિતિ અને ગ્રામ્ય સંસાધન સમિતિના સભ્યોને પણ આ તાલીમ અપાશે.

શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ & શ્રી કસ્ટભંજન ચેરીટેબલ ટ્રસ્ટ ઢસા સંચાલિત @ચાઈલ્ડલાઈન(1098) બોટાદ દ્વારા વિશ્વ બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી



 આજરોજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ & શ્રી કસ્ટભંજન ચેરીટેબલ ટ્રસ્ટ ઢસા સંચાલિત @ચાઈલ્ડલાઈન(1098) બોટાદ દ્વારા ઝૂંપડપટ્ટી ના અને દિવ્યાંગ બાળકો ની સાથે કેક કાપી વિશ્વ બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી.તેમાં બાળકો ને ફૂડ પેકેટ,માસ્ક અને એજ્યુકેશન ની કિટ પણ સાથે આપવામાં આવી. તેમજ એક અનોખી પહેલ @ચાઈલ્ડલાઈન સે દોસ્તી સપ્તાહ ની ઉજવણી પણ કરવામાં આવી.

બોટાદની 106 સીટ પર મતદાનના દિવસે મીડિયાને દૂર રાખવાથી મતદાન મથકોમાં ગેરરીતિ થવાની સંભાવના વધુ

 


લોકશાહીના 4 થા સ્તંભ પર બોટાદ જિલ્લા માહિતીખાતાનો હુમલો

કલેક્ટરે 4 વાગ્યાં સુધી પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી લોકશાહીની ગરિમા જાળવવા ખુલાસો કરવો અત્યંત જરૂરી

બોટાદ, ગુજરાતની 8 સીટો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બોટાદની ગઢડા 106 પરની પેટા ચૂંટણી વિધાનસભા બેઠકને લઈને બોટાદ પત્રકાર એકતા સંગઠનના પત્રકારો ના ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે જ્યારે મતદાનને લઈને ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે બોટાદ માહિતી ખાતા દ્વારા લાઞવઞ શાહી, માહિતી ખાતા સાથે સેટિંગ કરાવતા દલાલ પત્રકારોને જ કાર્ડ આપતાં આવતી કાલે મતદાનના મથકો પર ગેરરીતિ થવાની સીધી શક્યતા દર્શાઈ રહી હોવાનું તજજ્ઞો દ્વારા જણાઈ રહ્યું છે. આથી લોકશાહીને 4 થા સ્થંભને દૂર રાખવાથી લોકશાની રક્ષા માટે બોટાદ કલેકટર, બોટાદ ચૂંટણી ઇન્ચાર્જના નોડલ ઓફિસર અને ગુજરાત માહિતી કમિશ્નરે આ સંદર્ભે ખુલાસો કરવો જરૂરી બની ગયો છે. આ સાથે સંગઠન માત્ર તંત્રને 4 વાગ્યા સુધીનો સમય આપે છે, જો આમ છતાં કલેકટરે પ્રેસ કોન્ફ્રન્સ ના કરી તો લોકશાહીની રક્ષા માટે બોટાદ પત્રકાર એકતા સંગઠને આકરા અને કાયદાકીય પગલાં ભરવા મજબુર થવું પડશે.

બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઉમેદવારે 26 ફોર્મ ભર્યા

 બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભા બેઠક પર આગામી માસે પેટા ચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ, જનચેતના પાર્ટી અને અપક્ષના કુલ ૧૬ ઉમેદવારોએ ૨૬ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જે ફોર્મની આવતીકાલે ચકાસણી થશે અને ૧૯મીએ પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર લડશે ? તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.



ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં ગઢડા વિધાનસભા બેઠક માટે આગામી ૩જી નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષો પણ મેદાનમાં પડયા છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ આજે શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. તેમાં વધુ પાંચ ફોર્મ ભરાતા ગઢડા બેઠક માટે કુલ ૨૬ ફોર્મ ભરાયા છે. આ ૨૬ ફોર્મ પૈકી ભાજપ અને કોંગ્રેસના મુખ્ય ઉમેદવારોએ ચાર-ચાર, ભાજપના ડમી ઉમેદવારે એક અને કોંગ્રેસના ડમી ઉમેદવારે ચાર ફોર્મ જમા કરાવ્યા છે. તો એક ફોર્મ રાષ્ટ્રીય જનચેતના પાર્ટીના ઉમેદવાર તરફથી ભરવામાં આવ્યું છે. જ્યારે બાકીના ૧૨ ફોર્મ અપક્ષ તરીકે ભરાયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસમાં કુલ ૧૬ ઉમેદવારે ફોર્મ ભર્યા છે. હવે આ તમામ ફોર્મની ચકાસણી આવતીકાલે તા.૧૭-૧૦ને શનિવારે થશે અને ત્યારબાદ ચૂંટણી ન લડવા ઈચ્છુક ઉમેદવારો ૧૯મી ઓક્ટોબરને સોમવાર સુધીમાં ફોર્મ પાછા ખેંચી લેશે. જેથી સોમવારે સાંજ સુધીમાં ગઢડા પેટા ચૂંટણીના જંગમાં કેટલા અને કયાં ઉમેદવારો મેદાનમાં હશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ ઉમેદવારોની ભાવિનો ફેંસલો અઢી લાખથી વધુ મતદારો આગામી ૩જી નવેમ્બરના રોજ કરશે.

બોટાદ જિલ્લામાં આવેલ કચેરીઓ, ઓદ્યૌગિક એકમો તથા શૈક્ષણિક સંસ્થાઓએ રોજગાર કચેરી ખાતે એકમની ફરજીયાત પણે નોંધણી કરાવવી.

 રોજગાર વિનિમય કચેરીઓ(ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ કરવા બાબત)ના અધિનિયમ, ૧૯૫૯ તથા રોજગાર વિનિમય કચેરીઓ(ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ કરવા બાબત)ના નિયમો, ૧૯૬૦ હેઠળ કલમ-૬ તથા કલમ-૭ હેઠલ અધિકૃત કરવામાં આવેલ સત્તાની રૂએ જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરી, બોર્ડ, નિગમ કે અર્ધસરકારી તેમજ અનુદાનિત સંસ્થાઓ તથા ૨૫ થી વધુ વ્યક્તિઓને સવેતન કામે રાખતા ઔદ્યૌગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ કે મંડળીઓ તથા ખાનગી ક્ષેત્રના એકમોએ રોજગાર કચેરી ખાતે એકમ કે કચેરીની અત્રેની કચેરી ખાતે નોંધણી કરાવવી ફરજીયાત છે. પ્રસ્તુત બાબતે ઉક્ત અધિનિયમ હેઠળ સમાવેશ થવા પાત્ર એકમો કે કચેરીઓએ ઓનલાઈન વેબપોર્ટલ www.employment.gujarat.gov.in પર અથવા અત્રેની કચેરીના ઇ-મેઇલ: dee-botad@gujarat.gov.in પર એકમની વિગતો મોકલી નોંધણી કરાવી લેવાની રહેશે. અધિનિયમ હેઠળ અધિકૃત કરવામાં આવેલ અધિકારી દ્વારા આકસ્મિક તપાસ નિરીક્ષણ દરમિયાન અધિનિયમ જોગવાઇના ભંગ બદલ એકમ પર કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ ન પડે તે હેતુસર સત્વરે એકમની નોંધણી કરાવી લેવા જણાવવામાં આવે છે. વધુમાં, નોંધણી લગત વિશેષ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદના ટે.નં ૦૨૮૪૯-૨૭૧૩૧૫  પર સંપર્ક કરવો.