બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તે માટે તા.14/12/20 ના રોજ 18 થી 35 વર્ષની વયમર્યાદા અને ધો.12 પાસની લાયકાત ધરાવનાર સ્ત્રી કે પુરુષ રોજગાર ઇચ્છુકો માટે એઇમ લિ. ભાવનગર ખાતેના એકમ માટે ડિઝિટલ માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું છે. ઈ-ભરતીમેળામાં ભાગ લેવા બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. 02849 271315 સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક
https://forms.gle/DRWSzwNRnEmKm6Fm6 મેસેજથી મળશે જેમા વિગત ભરી તા.14/12/20ના રોજ સવારના 11 કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,બોટાદનો સંપર્ક કરવા જણાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો