BREAKING

સર ટી હોસ્પિટલમાં મહિલા દર્દીને મહિલા સિકયુરીટીએ માર મારતા હોબાળો






મહિલાના માન-સન્માન ની વાતી કરતી આ સરકારની સરકારી હોસ્પિટલ માં જ ગરીબ મહિલા દર્દીઓ સાથે અમાનવીય વર્તન થઇ રહ્યું હોવાનો આક્ષેપ ભાવનગર ની સર.ટી હોસ્પીટલના સિક્યુરીટી સ્ટાફ પર થયો છે. સર.ટી હોસ્પીટલમાં આજે એકસારવાર માટે દાખલ મહિલા દર્દીને મહિલા સિક્યુરીટી દ્વારા માર મારી અને વોર્ડ માંથી બહાર કાઢી મુકતા હોબાળો મચી ગયો હતો.


પ્રજાવત્સલ રાજવી પરિવાર દ્વારા બનવવામાં આવેલ સર.ટી હોસ્પિટલ જે હાલ સરકારી હોસ્પિટલ છે તે તંત્ર ના કારણે વારંવાર વિવાદમાં સપડાયેલી જોવા મળે છે. ગરીબ દર્દીઓ માટે બનેલ આ હોસ્પીટલમાં ગરીબ દર્દીઓ સાથે અમાનવીય વ્યવહાર થાય છે તેવા આક્ષેપો વારંવાર થઇ રહ્યા છે ત્યારે એકાદ વર્ષ એક ભિક્ષુક દર્દીને નાળામાં ફેકી આવ્યા ની ઘટના એ ભારે ચકચાર મચાવી હતી જો કે આવું જ કઈક આજે એક ગરીબ મહિલા દર્દી સાથે બન્યું છે.મૂળ ભોપાલના વતની અને હાલ ભાવનગરમાં રહીને આમતેમ ભીખ માગી પોતાનું ગુજરાન ચલાવતા એક પરિવાર ની નફીસા નામની મહિલાને સર.ટી હોસ્પીટલમાં ગાયનેક વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી મહિલા દર્દી હોસ્પિટલ માં સારવાર માટે હતી તેની સાથે તેનું એક બાળક પણ હતું અને તેનો પતિ પેટનો ખાડો પુરવા માટે નીકળી ગયો હતો, જો કે આ મહિલા દર્દીને હોસ્પીટલના એક મહિલા સિકયુરીટીએ તારો બાળક ટોયલેટ ખરાબ કરે છે, તું વોર્ડમાં ગંદકી કરે છે તેમાં કહી અને બે ત્રણ લાફા મારી સારવાર માટે દાખલ મહિલાને વોર્ડની બહાર કાઢી મુકવામાં આવી હોવાનો આક્ષેપ ભોગ બનનાર મહિલા દ્વારા કરવામાં આવ્યો છે.


જો કે તેને વોર્ડ માંથી કાઢી મુકતા તે હોસ્પિટલ કેમ્પસમાં જ બેઠા બેઠા રડતા જોઈ અને સામાજિક કાર્યકરો તેની વહારે આવ્યા હતા અને તેન આર.એમ ઓ પાસે લઈ જઈ સઘળી હક્કિત જણાવી હતી, આર.એમ.ઓ દ્વારા અ અંગે તપાસ કરવાની બાહેધરી આપી અને ફરી આ મહિલાને ગાયનેક વિભાગમાં સારવાર માટે દાખલ કરી દેવામાં આવી હતી. 


જો કે સર ટી હોસ્પીટલમાં ડોકટરો તો માનવતાભર્યું કામ કરી રહ્યા છે પરંતુ જે વોર્ડબોય, સિક્યુરીટી જેવો સ્ટાફ આઉટ સોર્સીસ દ્વારા મળતીયાઓને કોન્ટ્રક બેજ પર આપી દેવામાં આવ્યો છે ત્યારે આવ કોન્ટ્રકટરો દ્વારા લાયકાત વિનાના ઓછા પગારવાળા લોકોની આવી જવાબદારીવાળી જગ્યાઓ પર ભરતી કરી દેતા હોય છે અને જેનો ભોગ આમ જનતા ને બનવું પડી રહ્યું છે. 








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો