સુરતઃ
કાપોદ્રા વિસ્તારમાં એક યુવક પાસેથી ચાર લાખની લૂંટ થતા ચકચાર મચી જવા પામી છે. બાઈક પર આવેલા બે શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
કાપોદ્રા વિસ્તારમાં એક યુવક બેંકમાં નાણા ઉપાડવા માટે ગયો હતો. જ્યાંથી પરત ફરી રહ્યો હતો. દરમિયાન પાછળથી બે બાઈક સવાર અજાણ્યા શખ્સો આવ્યા હતા. અને 4 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. અને લૂંટારૂને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો