BREAKING

અમરોલી તાપી નદીમાં કૂદવા જતા યુવકને સ્થાનિકોએ બચાવ્યો.


સૌજન્ય. અરવિંદ રાઠોડ. સુરત
સુરતઃ 
અમરોલી બ્રીજ પરથી તાપી નદીમાં કુદે તે અગાઉ લોકોએ યુવકને બચાવ્યો હતો. સ્થાનિકોએ દર્શાવેલી સૂઝબૂઝના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાનો સ્થાનિકોએ મોબાઈલમાં વીડિયો ઉતારી લેતા વાયરલ થયો હતો.
તાપી નદી પર આવેલા અમરોલી બ્રીજ પરથી એક યુવક તાપી નદીમાં છલાંગ લગાવી રહ્યો હતો. યુવક તાપી નદી પરની ફેન્સિંગ કુદીને નદીમાં કુદે એ અગાઉ બે યુવકોએ સૂઝબૂઝથી યુવકને ઝડપી લીધો હતો. અને તાપી નદીમાં આત્મહત્યા કરતાં અટકાવ્યો હતો. અને સલામત રીતે બહાર કાઢી તેની જીંદગી બચાવી લીધી હતી. સમગ્ર ઘટનાને સ્થાનિકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા વીડિયો વાયરલ થયો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો