BREAKING

સુરતના અડાજણ વિસ્તારમાં શોરૂમ ના પાર્કિંગમાં આગ, ભારે અફરાતફરી નો માહોલ


For more details call.9427181920

_______________________________________


સૌજન્ય. અરવિંદ રાઠોડ.સુરત

સુરત :-  

અડાજણ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઈલેક્ટ્રોનિક્સના શોરૂમના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને આગના કારણે સેકન્ડ ફ્લોર પર આવેલી હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ ફસાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને આગ પર કાબુ મેળવવાની સાથે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અડાજણ વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રોનિક્સના શો રૂમ વિજય સેલ્સના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આગનો ધુમાડો ફરી વળ્યો હતો. ત્યારબાદ સેકન્ડ ફ્લોર પર આવેલી આઈ ક્યૂ હોસ્પિટલમાં ધુમાડો ફેલાવવા લાગ્યો હતો. જેથી હોસ્પિટલના સ્ટાફે 15 જેટલા દર્દીઓને બહાર કાઢ્યા હતા. દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ બહાર નીકળવા જતા ધુમાડો વધી જતા ફસાઈ ગયા હતા. કેટલાક લોકો હોસ્પિટલના કાચ ખોલી બહાર સાઈડ પણ આવી ગયા હતા.  ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો