BREAKING

એસટી સ્ટેન્ડમાં જ વૃદ્ધ મહિલાને એસટી બસ ચાલકે અડફેટે લેતા મોત


(રીપોર્ટ બાય-અરવિંદ રાઠોડ-પાલીતાણા)

પાલીતાણા-
પાલીતાણામાં આજે એસટી બસસ્ટેન્ડમાં બસ ડ્રાઈવર ની બેફીક્રાઈના કારણે એક વૃદ્ધ મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, બસ સ્ટેન્ડ માં જ વૃધ્દ મહિલાને બસ ચાલકે અડફેટે લેતા મહિલાનું સર્વરમાં લઈ જતા દરમિયાન કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જો કે આ ગ્માંભીર અકસ્માત સર્જીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.

ભાવનગર જિલ્લના પાલીતાણા બસ સ્ટેન્ડમાં આજે બપોરના સમયે પાલીતાણા સિંધી કેમ્પ માં રહેતા વૃદ્ધ મહિલા ભગવતીબેન ભગુભાઈ સિંધી ભાવનગર જવા માટે આવ્યા હતા તે દરમિયાન તેઓ ભાવનગર ની બસની બસ આવતા તેઓ બસ તરફ જઈ રહ્યા હતા ત્યારે મહુવા ડેપો ની તળાજા-પાલીતાણા બસ ના ડ્રાઈવર માવજીભાઈ બોરીચાએ બેફિકરાઈ થી બસ ને ચાલવતા આ વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા. આ વૃદ્ધ મહિલા બસ ના આગળના વ્હીલમાં આવી જતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા, આ અકસ્માત થતા જ અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર બસ છોડી ને નાચી છુટ્યા હતા હતા, જો કે વૃદ્ધ મહિલાના સગાઓ અને સ્થાનિકો દ્વારા આ મહિલાને ૧૦૮ મારફતે પાલીતાણા સરકારી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જો કે ગંભીર ઈજાઓ થઈ હોય વધુ સારવાર માટે તેઓને એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવતા હતા પરંતુ કમનસીબે પાલીતાણા ની બહાર નીકળતા જ આ મહિલાનું મોત નીપજ્યું હતું, આ ઘટના અંગે પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી અને બસના ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો