BREAKING

પેટ ચીરવાનો કાળો કારોબાર..


સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા પરિવારની પ્રસુતા મહિલાને બાળક નો જન્મ થાય ત્યાં સુધીનો તમામ ખર્ચ સરકાર દ્વારા ચિરંજીવી યોજના હેઠળ ચુકવવામાં આવતો હોય છે, અને આ યોજના માટે મહિલાને સારી સારવાર મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે કરારો કરવામાં આવ્યા હોય છે પરંતુ ભાવનગરમાં આવા ખાનગી હોસ્પિટલ ના સંચાલકો દ્વારા મનપા ના આરોગ્ય આધીકારીની રહેમનજર હેઠળ મોટી રકમ તફડાવવામાં આવતી હોવાનો પ્રદફાશ લાભાર્થી પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.

ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોમાં પ્રસુતા મહિલાને સારી સારવાર મળી રહે બાળક તંદુરસ્ત જન્મે તે માટે મહાનગરોમાં મનપા દ્વારા ચિરંજીવી યોજના હેઠળ કેટલાક ખાનગી દવાખાનાઓ સાથે કરારો કરવામાં આવ્યા છે, અને આ દવાખાનાઓમાં પ્રસુતા મહિલાને બાળકનો જન્મ થાય ત્યાં સુધી થી લાઈન તેને ઘેર પહોચડવા સુધીનો તમામ ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવતો હોય છે. પરંતુ ભાવનગરમાં આ હોસ્પિટલ સંચાલકો દ્વારા આવા લાભાર્થીઓ પાસેથી કોઈ ને કોઈ બહાના હેઠળ ૨૦ થી ૨૫ હજાર જેવી મોટી રકમ લેવામાં આવતી હોવાની ઘણા સમયથી ફરિયાદ ઉઠી હતી અને આઅંગે ભાવનગર મનપાના આરોગ્ય અધિકારીઓ ને પણ જાણ હોવા છતાં પણ તેમના રહેમનજર હેઠળ જ આવો ભ્રષ્ટાચાર ચાલતો હોવાની લાભાર્થી પરિવાર દ્વારા બુમરાણ ઉઠી હતી, જો કે મનપાના આધિકારીઓ જ આમાં સામેલ હોય આ અંગે ઘણા સમયથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી ના હતી, જો કે એક લાભાર્થી દ્વારા આ સમગ્ર ઘટના નો ભાંડાફોડ કરવામાં આવ્યો છે.

સમગ્ર ઘટના ની વિગત જોઈએ તો સુભાષનગર વિસ્તારમાં રહેતા કનુભાઈ મકવાણા ની દીકરી ને થોડા સમય પહેલા શહેરના બોરડીગેટ વીસ્તારમાં આવેલ જાની મેટરનિટી હોસ્પિટલ માં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવેલ, જ્યાં આ મહિલાની સામાન્ય ડીલીવરી થઈ શકે તેમ ના હોય સીજેરિયન કરવાની જરૂરિયાત હોય તેમ જણાવી હોસ્પીટલના ડો.જાની દ્વારા ૨૦ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જો કે આ પરિવાર ગરીબ હોય આવી મોટી રકમ ભરી શકે તેમ ના હોય તે ભરવા માટે અસંમતી દર્શાવતા ડોક્ટર દ્વારા તેની પાસે સહી લઈ અને સરકારી હોસ્પિટલ માં ખસેડી દેવામાં આવ્યા હતા, આ અંગે લાભાર્થી દ્વારા મનપા ના આરોગ્ય અધિકારી નો સંપર્ક કરતા તેને ફોન ઉપાડેલ નહી બાદમાં મેટરનિટી હોલના જ ડો.જાનીએ ફોન લગાવી ને મનપાના આરોગ્ય અધિકારી સિન્હા સાથે વાત કરાવેલ ત્યારે ડો.સિન્હા દ્વારા પણ ૨૦ હજાર ભરવાનું દબાણ કરવામાં આવ્યું હતું અને દર્દીના સગા સાથે ઉદ્ધતાઈભર્યું  વર્તન કરવામાં આવ્યું હતું, બાદમાં સામાજિક કાર્યકરો અને મીડિયાની દરમિયાનગીરી થી ફરી આ મહિલાને અહી પ્રસુતા માટે દાખલ કરવામાં આવી હતી. જો કે આ સમગ્ર દરમિયાન મહિલાની તબિયત વધારે લથડી હતી અને પ્રસુતા બાદ બાળકનું મોત નીપજ્યું હતું, આ અંગે દર્દીના સગા દ્વારા આ બાળકના મોત અંગે જાની મેટરનિટી હોલ ના ડો.જાની અને આરોગ્ય અધિકારી ડો.સિન્હા ને જવાબદાર ઠેરવી રહ્યા છે આને આ અંગે બન્ને સામે ફરિયાદ કરવાની પણ તૈયારો બતાવી હતી.

જો કે સામગ્ર ઘટના ના ભાંડાફોડ થતા આજે આરોગ્ય આધિકારી ડો.સિન્હા તપાસ નો ડોળ કરવા જાની મેટરનિટી હોલ પહોચ્યા હતા જો કે તેનો આ ડોળથી સ્થાનિકો પણ ગુસ્સે હોય તેમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હુરિયો બોલાવ્યો હતો, જો કે આ અંગે તેઓ પ્રથમ તો કેમેરાથી દુર ભાગી રહ્યા હતા, આ અંગે ડો.સિન્હા દ્વારા આ સમગ્ર ઘટનામાં બાળક જ કુપોષિત જન્મ્યું હોવાનું તેમજ પરિવાર પાસે કોઈ રકમ ની માંગ કરવામાં આવી નથી તેવું જણાવ્યું હતું, જ્યારે પરિવારજનો દ્વારા સીધો જ ડો.સિન્હા સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે આ સમગ્ર ઘટના બાદ આરોગ્ય અધિકારી ડો.સિન્હા અને ડો.જાની ના પરિવાજનો ભોગ બનનાર દર્દીના સગાઓના ઘેર જઈને આમોએ કોઈ માંગણી નથી કરી તેવું લખાણ લેવા માટે પહોચી ગયા હતા અને ધમકાવીને આવું લખી આપવા નો આગ્રહ કર્યો આક્ષેપ પણ થઇ રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો