૫૦૦ અને હજાર ની નોટો
બંધ થતા અમ તો દરેક નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે દરેક ચેનલો,કે છાપાઓમાં
રૂપિયા બદલવા માટે ગયેલ લોકોની મોટી લાઈનો બતાવીને તેમની મુશ્કેલીઓ દર્શાવાઈ રહી
છે પરંતુ જેના પર આખો દેશ નિર્ભર છે તેવા જગતના તાત કેવી મુશ્કેલીમાં મુકાયો છે તે
કોઈ જાને છે ખરું, ઘરમાં તૈયાર પાક હોવા છતાં ખેડૂત હાલ નાણાભીડ અનુભવી રહ્યો છે
અને આમ ને આમ ચાલશે તો આત્મહત્યા કરવાનો વારો આવશે તેવો બળાપો સરકાર સામે કાઢી રહ્યા
છે.
સરકાર દ્વારા ગત.૮
તારીખના રોજ પાંચસો અને હજાર ની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત થતા જ કરોડો લોકો મુજવણમાં
મુકાઈ ગયા છે, જો કે આમ જનતા પોતાની મરણમૂડી લઈને બેન્કોની લાંબી કતારો પાર કરીને
નવી નોટો મેળવી ચુક્યા છે પરંતુ જગતનો તાત જૂની નોટોને લઈને ભારે મુજવણમાં મુકાયો
છે. હાલ ખરીફ પાક માથા પર હોય જેના બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓ ખરીદવા માટે તેમજ
મજુરોને મજુરી ચુકવવા માટે ખેડૂત પાસે એક પાઈ પણ રહી નથી, ત્યારે માથા પર આવેલ પાક
ખાતર અને જંતુનાશક દવાના તેમજ પાણીના આભાવે મહામહેનતે ઉછરેલો પાક બળી ફેલ જવાની
ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. આ ઉપરાંત શિયાળુ પાક ના વાવેતર માટે નવી બિયારણ
ખરીદવા માટે કે બિયારણ રોપવા માટે મજુરોને મજુરી ચુકવવા માટે ખેડૂતો પાસે નાણા બચ્યા
નથી ત્યારે હેવ કાય જવું તેવી ચિંતામાં ખેડૂત મુકાયો છે.
એક બાજુ શિયાળુ પાક
લેવાની સીઝન ની શરૂઆત થઈ છે, ખાસ કરીને ભાવનગર જીલ્લામાં ડુંગળી ના રોપ, ઘઉં,જીરું
જેવા પાકો ઠંડી પડતાની સાથે જ વાવેતર કરવાના હોય છે, આવા સંજોગોમાં ઓછો વરસાદ
થવાથી પિયત ની તકલીફ તો છે જ્યારે સાથે
સાથે પાંચસો અને હજાર ની નોટો બંધ થતા નાણાભીડના કારણે માથે આવેલ પાકો કે પિયત
લેવા માટે ખેડૂત પાસે રોકડ રકમ નથી, હાલ શિયાળુ પાકના બિયારણ ખરીદી અને વાવેતર થઈ
જવા જોઈ જેના બદલે હજુ બિયારણ ખરીદી શક્યા નથી, બિયારણ ખરીદી લેવાયું હોય તો
મજુરોને ચુકવવા માટેની તેમજ પિયત ના સાધનો માટેની રકમ નથી ત્યારે હવે ખેડૂતો એવું
કહી રહ્યા છે કે હવે તો દવા પીવાનો વારો આવ્યો છે.
સાથે સાથે હાલ કપાસ,
મગફળી, તાલ જેવા પાકોની આવક થઈ છે, છેલ્લા આંઠ આંઠ દિવસ થી ખેડૂતો પોતાનો તૈયાર
માલ લઈને માર્કેટિંગ યાર્ડમાં આવે તો છે પરંતુ આહી પર્ણ સોદાઓ બંધ હોય વિલે મોઢે
પરત જાય છે, અને જો માલ વેચાય તો વેપારીઓ તેની રકમ આપતા નથી, ત્યારે છતે માલે
ખેડૂતોની હાલત કંગાળ જેવી છે, જો માલ સાચવી રાખે તો શાકબાજી જેવા માલ બગડી જવાની
ભીતિ છે, મફતના ભાવે બકાલું વેચીને જતું રહેવું પડે છે અથવા તો ઢોર ને ખવરાવી
દેવું પડે છે.જ્યારે મગફળી કે કપાસના પાકો માં વજન ઘટાડો કે ભાવ ઘટાડો આવે તો પણ
નુકશાની સહન કરવી પડે છે, આમ નાછુટકે પણ ઉધાર માલ વેચીને જવું પડે છે
આવા સંજોગોમાં સરકાર દ્વારા પડ્યા પર પાટું માર્યું હોય તેમ જ્યાં લાખો ખેડૂતો
ખાતેદાર છે તેવી સહકારી બેન્કોને અમુક રાજકીય લોકોના બોગસ વ્યવહારોના કારણે આઈબીઆઈ
દ્વારા નાણાકીય વ્યવહારો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે,આમ જ્યાંથી તેઓ
જરૂરિયાત મુજબ નાણા મેળવી શકતા હતા તે પણ બંધ થઈ જતા આપઘાત કરવાના દિવસો આવ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો