નોટ બંધીનો નિર્ણય પાછો ખેસવા ની માંગ સાથે તૃણ મુણ કૉંગ્રેસ ના નેતાઓ અને આમ આદમી ના નેતાઓ દિલ્હીમાં ધરણા પર ઉતાર્યા હતા જેના કારણે દિલ્હીના રસ્તાઓ પર ટ્રાફિક જામ અને અરાજકતા ના દ્રશ્યો સર્જાયા હતા.
આઝાદપુર મઁડિ નામના એશિયાના સૌથી મોટા ફલબજારમાં સંબોધતા અરવિંદ કેજરીવાલે નોટબંધી ને આઝાદ ભારત નું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું, કેજરીવાલ એ જણાવ્યું હતું કે કાળું નાણું તો દેશમાં ઠલવાઈ રહ્યું છે.અત્યારે તો નોટો ની હોમ ડિલિવરી થઇ રહી છે , મોદીજીએ ચુપચાપ વિજય માલ્યા ને વિદેશ મોકલો દીધા અને 500 કફોડી ના ખર્ચે લગ્ન કરનાર ભાજપના મંત્રી જનાર્દન રેડી સામે કેમ આવકવેરા ની કાર્યવાહી નહીં? કેજરીવાલે મોદી પર આરોપ મુક્ત જણાવ્યું હતું કે મોદીજી જબરદસ્તી થી લોકોના દસ લાખ કરોડ જમા કરાવી રહ્યા છે.અને બાદમાં આ પૈસા નો ઉપયોગ લોકો નો લૉન માફ કરવામાં થશે. બેંકો નો લાઈનમાં ઉભા રહી ને 40 લોકો ના મોત ની જવાબદારી કોણ લેશે.
ત્યારે આ વિરોધ રેલીમાં નોટબંધી નો નિર્ણય ત્રણ દિવસ માં પાછો ખેસવા મમતા અને કેજરીવાલે અલ્ટીમેટમ આપ્યું છે. ત્યારએ આ અંગે અરુણ જેટલીએ જણાવ્યું હતું કે નોટબંધી નો અમલ કોઈ પણ સંજોગોમાં પાછો નહિ ખેંચાય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો