ભાવનગર જિલ્લા સહકારી
બેન્ક સહિત રાજ્યભરની ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કોમાં જૂની રૂા.500 અને રૂા.1000ની નોટો નહીં ચાલે તેવો આદેશ રિઝર્વ
બેન્ક દ્વારા કરવામાં આવતા ભાવનગર જિલ્લા સહકારી બેન્કના ખાતેદારો આને જીલ્લા કલેકટર કચેરી પર પ્રતિક ધારણા પર
બેઠા છે અને જો આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લહી લેવામાં આવે તો આંદોલનના
માર્ગે જવાની ચીમકી આપી છે.
ગત મંગળવાર તા.8 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ જિલ્લા સહકારી બેન્કોમાં
જૂની કરન્સી સાથે નવી થાપણો સ્વીકારવાનો આરંભ થયો હતો અને ભાવનગરની જિલ્લા સહકારી
બેન્કના 2.50 લાખ ખાતેદારો અને 91 જેટલી
શાખાઓમાં અંદાજે રૂા.200 કરોડ જેવી રકમ થાપણ તરીકે આવી ગયા
બાદ ગત સોમવારે એકાએક આરબીઆઇ દ્વારા જીલ્લા સહકારી બેન્કોને જૂની નોટો પર વ્યવહાર
કરવાની મનાઈ ફરમાવતા જીલ્લાના સહકારી બેંકના 2.50 લાખ જેટલા
ખેડૂત ખાતેદારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે, અને હાલ તુરત આગામી સિઝન માટે રૂપિયાનો
બંદોબસ્ત ક્યાંથી અને કેવી રીતે કરવો તેની દ્વિધામાં મુકાઇ ગયા છે. હાલ ખેડૂતોને
શિયાળુ પાક માટે ખાતર, બિયારણ, દવા વગેરે માટે રૂપિયા ક્યાંથી લાવવા તેમજ કોઇ
ઉધાર આપે એમ નથી. તેવા સંજોગોમાં સરકાર દ્વારા સહકારી બેંકો પર પ્રતિબંધ મુકતા ભાવનગર
ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની જિલ્લાની કુલ મળી 91 જેટલી
શાખાઓમાં આર્થિક વ્યવહાર ઠપ થઇ જતા ખાસ કરીને ખેડૂત ખાતેદારોની હાલાકી વધી ગઇ છે.
જિલ્લા સહકારી બેંકોના 85 ટકાથી વધારે ખાતેદારો ખેડૂતો,
ગામડાના ગરીબ, મધ્યમ વર્ગીય પરિવારો, સહકારી મંડળીઓ છે. સંજોગોમાં ખેડૂતોને ખરિફ સિઝનની આવક થઇ છે તેના જૂની
નોટો વાળા નાણાં જમા કરાવવા માટે હવે આમતેમ વલખા મારવા પડી રહ્યા છે જ્યારે પૂરતી
માત્રામાં નાની નોટો હોવાથી ઉપાડ કરવામાં પણ તકલીફ પડી રહી છે. આવા સંજોગોમાં આજે
ભાવનગર જીલ્લા સહકારી બેન્કના આગેવાનો તેમજ બેંક ના ખાતેદારો મોટી સંખ્યમાં ભાવનગર
જીલ્લા કલેકટર કચેરીએ એકઠા થઈને એક દિવસના પ્રતિક ધારણા પર બેસી ગયા છે અને આગામી
સમય માં જો સરકાર દ્વારા તાકીદે કોઈ નિર્ણય લેવામાં અહીં આવે તો ગાંધીચિંધ્યા
માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો