મહુવામાં ગત સોમવારે એક યુવક નું બાઈક સ્લીપ થઇ જતા તેને ગંભીર હાલત માં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.જેની ૨૪ કલાક ની સારવાર બાદ ડો.દ્વારા એવું કહી દેવામાં આવ્યું છે કે આ યુવક બ્રેઈન ડેડ થઇ ગયો છે. જેથી ડોકટરો ની ટીમ દ્વારા તેના પરિવાર ને તેના શરીર ના અંગ દાન માં આપવા માટે ની સમજ આપતા આખરે આ પરિવાર દ્વારા આજે યુવક ના હાર્ટ-કીડની અને લીવર નું દાન કર્યું છે.જેના માટે ખાસ મુંબઈ ની ફોર્ટીસ હોસ્પિટલ માંથી ૬ ડોકટરો ની ટીમ ભાવનગર આવી પહોચી છે. જેના માટે સમગ્ર તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર પ્રથમવાર ગ્રીન કોરીડોર ની વ્યવસ્થા કરવામાં આવી હતી, આમ એક બ્રેન ડેડ વ્યક્તિ દ્વારા ત્રણ વ્યક્તિને નવજીવન મળશે.
અંગ દાન એ મહાદાન છે.પછી એ અંગ કોઈ પણ હોય ત્યારે આજે ભાવનગર ના એક યુવક નું તેના પરિવારજનો હાર્ટ-કીડની અને લીવર દાન કરવા જઈ રહ્યા છે. જે કદાચ ભાવનગર ની જ નહી પરંતુ સૌરાષ્ટ ની સૌથી પહેલી ઘટના છે. જેમાં મહુવા ખાતે રહેતા રાજુભાઈ બચુભાઈ ધાપા નામનો ૨૭ વર્ષીય યુવક સોમવારે તેની વાડીએ થી પરત આવી રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થતા યુવક ને માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી.જેને સારવાર માટે ભાવનગર ની બજરંગદાસ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેને ડોકટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી ડોકટરો દ્વારા આ રાજુભાઈ ના પરિવાર ને તેમના અંગ દાન કરવા બાબતે સમજાવતા પરિવાર ની સંમતી મળતા હાર્ટ-કીડની અને લીવર નું અંગદાન આપવા થયો હતો. જેથી આજે બોમ્બેથી ખાસ ૬ ડોકટરો ની ટીમ ફોર્ટીસ હોસ્પિટલ ખાતેથી ખાસ પ્લેન દ્વારા ભાવનગર આવી પહોચી હતી. અને આ ટીમને કોઈ અગવડ ના પડે તે માટે ભાવનગર તંત્ર દ્વારા ગ્રીન કોરીડોર ઉભો કરાયો હતો જેમાં એરપોટ થી બજરંગદાસબાપા હોસ્પિટલ સુધીના રસ્તાને ગ્રીન ગ્રીન કોરીડોર જાહેર કરાયો હતો જે સૌરાષ્ટ્ર માં પ્રથમવાર ગણી શકાય, તે માટે આવનારી ડોક્ટરોની ટીમને ગ્રીનકોરીડોર દ્વારા મીનીટોમાં હોસ્પિટલ પહોચવામાં આવી હતી, જ્યાં યુવક ના અંગદાન લઈને ગ્રીન કોરીડોર દ્વારા ચાર્ટર પ્લેન દ્વારા બોમ્બે લઈ જવામાં આવશે જ્યારે જેની કીડની અને લીવર અમદાવાદ લઈ જવામાં આવશે, આમ એક બ્રેન ડેડવ્યક્તિ દ્વારા વધુ ત્રણ વ્યક્તિને જીવનદાન મળશે જેમાં સરકારના જુદા-જુદા વિભાગોની સરાહનીય કામગીરી રહી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો