BREAKING

વીજપોલ પર કામ કરતી વેળાએ અચાનક વીજળી શરુ થઈ જતા મજુર નું શોર્ટ લાગવાથી મોત




ભાવનગર ના ચિત્રા વિસ્તારમાં આજે પીજીવીસીએલનાં ના વીજપોલ પર તાર ફીટીંગ કરવા ચડેલા એક મજુરનું અચાનક લાઈન શરુ થઈ જતા ઇલેક્ટ્રિક શોક લાગતા મજુરનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના ને લઈને આજુબાજુમાં ભેગા થઈ ગયેલ સ્થાનીકોમાં પીજીવીસીએલનાં ના અધિકારીઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

ભાવનગર ચિત્રા એસટી વાર્ક્શોપ નજીક આજે પીજીવીસીએલનાં ના વીજપોલ પર તાર બદલવાનું કામકાજ ચાલી રહ્યું હતું અને લાઈન બંધ કરીને કોન્ટ્રકટ બેજ પર કામ કરતો એક મજુર વીજપોલ પર તાર બદલવા માટે ચડ્યો ત્યારે બંધ લાઈન અચાનક જ ચાલુ થઈ જવાથી તેને ઇલેક્ટ્રિક શોક નો જટકો લાગતા તે મજુર ત્યાં જ નીચે પટકાયો હતો અને ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મજુર મૂળ ગોધરા જીલ્લાના કાતું ગામનો રહેવાસી ભલાભાઈ મોહનભાઈ નાયક હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના ની જાણ થતા જ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તેઓએ પીજીવીસીએલનાંને જાણ જાણ કરતા પીજીવીસીએલનાં ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,

જો કે આ સમગ્ર ઘટના ને લઈને આજુબાજુના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, તેમના કહેવા પ્રમાણે લાઈન બંધ જ હતી પરંતુ જ્યારે આ મજુર કામ કરવા ચડ્યો ત્યારે અચાનક લાઈન શરુ થઈ ગઈ હતી, ત્યારે આ મજુરના મોત પાછળ પીજીવીસીએલનાં કર્મચારીઓ કે અધિકારીઓ જ જવાબદાર છે તેમની બેદરકારીના કારણે લાઈન શરુ થતા આ મજુર મોતને ભેટ્યો હતો, સ્થાનિકો ના જણવ્યા પ્રમાણે જ્યારે કામ ચાલુ હોય છે ત્યારે માત્ર મજૂરો જ  કામ કરતા હોય છે કોઈ પીજીવીસીએલનાં અધિકારીઓ આહી ફરકતા પણ નથી, ત્યારે તેની સામે પીજીવીસીએલનાં અધિકારીઓ જેની ભૂલ હશે તેની તપાસ કરી તેની સામે પગલા લેવામાં આવશે તેવી વાતો કરી રહ્યા છે.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો