BREAKING

ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામે ચાર બાળકો તળાવમાં ડૂબી જતાં અરેરાટી.




વિપુલ બારડ/ગારીયાધાર
ગારિયાધારના મોટી વાવડી ગામે ચાર બાળકો ગામના પાદરમાં આવેલ તળાવમાં ન્હાવા જતા ડૂબી જતા ચારેયનાં મોત જેમાં ૧.જયેશ ભુપતભાઈ કાકડીયા ૨.મોન્ટુ હિંમતભાઈ ભેંડા ૩.તરુણ શંભુભાઈ ખોખર ૪.મિત શંભુભાઈ ખોખર ડુબી જતાં મોત થયેલ છે .મળતી વિગતો મુજબ મોટીવાવડી ગામના આ ચારેય બાળકો તળાવમાં નહાવા જતા ડુબી જતાં મોત નિપજેલ છે જેમાં બાળકો સાંજ પડતાં ઘરે ન આવતા તેમના ઘરના સભ્યો બાળકોને શોધતાં હતાં.



તળાવના કાંઠે થી સાયકલ અને ચપ્પલ મળી આવ્યા.
તળાવના કાંઠે સાયકલ તેમજ ચપ્પલ મળી આવતાં બાળકો ડૂબી જવાની શંકા જતા ગારિયાધાર ફાયરફાઇટર મામલતદાર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો જેમાં તળાવમાંથી ગ્રામજનો દ્વારા તરુણો ની લાશો ને બહાર કાઢાવામાં હતી આ ચારેય બાળકોના પીએમ માટે ગારિયાધાર સીએચસી ખાતે લાવવાની તજવીજ હાથ ધરી હતી .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો