એકબાજુ નાગરિકતા અધિકાર કાયદાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે બીજી બાજુ આ કાયદાના સમર્થમાં ઠેર ઠેર રેલીઓ યોજાઈ રહી છે, ભાવનગરમાં નાગરિક સમિતિ દ્વારા આજે એક વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી રેલીમાં ભાગ લીધો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સંસદના બન્ને ગૃહમાં નાગરિકતા સંશોધન બીલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દેતા હવે આ બીલ કાયદો બની ગયો છે. આ કાયદાને ભાવનગર નાગરિક સમિતિએ આવકાર્યો છે અને તેના સમર્થનમાં આજે ભાવનગર માં વિશાળ રેલી યોજાઈ હતી, રેલી પૂર્વે તપસ્વી બાપુની વાડીએ એક સભા યોજાઈ હતી જેમાં નાગરિકતા સંસોધનકાયદા અંગે માહિતી આપવામાં આવી હતી અને ત્યાર બાદ સૌરભભાઈ પટેલ સહિતના લોકો બાઈક પર બેસી અને રેલીમાં ભાગ લીધો હતો, આ રેલી તપસ્વી બાપુની વાડીએ થી નીકળી શહેરના માર્ગો પર ફરી અને કલેકટર કચેરીએ પૂરી થઇ હતી. રેલી પૂર્વે સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે ગાંધીજીનું જે સ્વપ્ન હતું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું છે, પરંતુ વિપક્ષ આ કાયદાને લઈને ગંદુ રાજકારણ રમી રહ્યું છે, કોંગ્રેસ દ્વારા દેશના ભાગલા થાય તેવું, દેશને વિદેશમાં બદનામ કરવાનું રાજકારણ કરી રહ્યું છે, આ બીલ મુસ્લિમ વિરોધી નથી તેમ છતાં તેમને ભટકવા માં આવી રહ્યા છે, અને કોંગ્રેસ પાકિસ્તાનમાં જે ભાષા બોલાય છે તે ભાષા બોલી રહ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો