BREAKING

શંકરસિંહ વાઘેલાએ આજે ભાવનગર ના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી, સરકાર પર આકરા પ્રહારો કર્યા.


તસ્વીર-શૈલેષ રાવલ


પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ભાવનગર જિલ્લાની મુલાકાતે હતા ત્યારે તેમને ભાવનગર ની સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી તેમણે સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યા હતા કે કોરોના કાર અને વાવાઝોડાની પરિસ્થિતિ માં સરકાર નિષ્ફળ રહી છે.

સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા છે તેઓ આજે ભાવનગર જિલ્લાના તળાજા મહુવા તેમજ અમરેલી જિલ્લાના અને ગીર સોમનાથ જિલ્લાના વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેશે અને ખેડૂતોના પ્રશ્નો સાંભળશે, તે પહેલા તેઓ આજે ભાવનગર ના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, તેમણે પત્રકાર પરિષદ દરમિયાન મીડિયા સામે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં અમે ગ્રામ્ય વિસ્તારોમાં તેમણે ખેડૂતો સાથે સંવાદ કર્યો છે ત્યાં તમામ ગામડાઓમાં હજુ પણ ખેતીવાડી ની લાઈટ ચાલુ કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રશ્ન છે.


વડાપ્રધાન આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા થાય તો ખેડૂતોને વીજળી કેમ નહિ-શંકરસિંહ વાઘેલા

જ્યારે વડાપ્રધાન આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા કરી દેવામાં આવે છે અને લાઈટ ચાલુ કરી દેવામાં આવે છે તો ખેડૂતોને શા માટે વીજળી આપવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યક્રમો યોજી અને ખેડૂતોને ખેતી કઈ રીતે કરવી તે અંગેની સલાહ આપે છે પરંતુ ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે તેમને તે સલાહની જરૂર નથી તેમને સહાયની જરૂર છે. સરકાર ૧૦૦૦ કરોડની સહાય કરે છે તેનાથી ખેડૂતોને પૂરતું નથી પાંચ હજાર કરતાં વધુ સહાય ગુજરાતમાં મળવી જોઈએ. તેમણે મહુવાના ડિહાઇડ્રેશન પ્લાન્ટ માં થયેલી નુકસાની બાબતે પણ વાત કરી હતી.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને ખેડૂતોને ખેતી પગભર કરવા માટે નવી લોન આપવી જોઈએ. આ દેશ ખેતીપ્રધાન છે ત્યારે દેશના સાચા માલિકો ખેડૂતો છે ઉદ્યોગપતિઓ નહીં. સરકાર માત્ર સર્વે સર્વે કરી રહી છે પરંતુ સર્વે નહીં ખેડૂતોને સહાય આપો. તેમણે કોરોના અંગે જણાવ્યું હતું કે સરકારે જાણી જોઈને લોકોને મરવા દીધા હોય તેવું લાગે છે. જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના માટે તેઓ સરકારને જવાબદાર ગણી રહ્યા છે. ચૂંટણી દરમિયાન જે ભીડ ભેગી કરવામાં આવી તેને લઈને ઇલેક્શન કમિશન પર નહીં પરંતુ વડાપ્રધાન પર કેસ થવો જોઈએ. કારણ કે વડાપ્રધાને માલિક છે ઇલેક્શન કમિશનને તો તેમના નીચે આવતા વિભાગો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો