BREAKING

પાલીતાણા ના પીથલપુર શાળાના બાળકોની અનોખી શોધ,પીગળી જતું પ્લાસ્ટિક બનાવ્યું.


હાલ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે છે પ્લાસ્ટિક, કારણ કે પ્લાસ્ટિક એ પ્રદુષણ ફેલાવતું, નાશ ના પામતું વસ્તુ છે, આપના દેશમાં વડાપ્રધન નરેન્દ્ર મોદી દ્વારા પણ  ગત 2  ઓક્ટોબર થી દેશમાં પણ સિંગલ યુજ પ્લાસ્ટિક નો કન્સેપ્ટ અપનાવી રહ્યા છે, ત્યારે હવે આ કન્સેપ્ટ સાકાર થવા જઈ રહ્યું છે, કારણ કે પાલીતાણા તાલુકાના પીથલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક એવા પ્લાસ્ટીકની શોધ કરવામાં આવી છે કે ૧૮૦ દિવસમાં આપમેળે નાશ પામે છે, ચાલો જોઈએ કેવું છે આ પ્લાસ્ટિક.


હાલ દેશમાં પ્લાસ્ટિક થી ફેલાતા પ્રદુષણ એ વિકટ સમસ્યા બની ગઈ છે.હાલ દેશના વધાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દેશમાં પ્લાસ્ટીકનો ઉપયોગ નહિવત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.  દેશમાં જો પ્લાસ્ટિક થી થતા પ્રદુષણની વાત કરીએ તો દેશમાં પ્રતિદિન ૧૫ હજાર ટન જેટલો કચરો પ્લાસ્ટિકથી ઉત્પન થાય છે.જેમાં ૫૦ ટકા કરતા વધુ પ્લાસ્ટિક પેટ્રોલીયમ રસાયણો થી બનેલા હોય છે.એક અંદાજ મુજબ દર વર્ષે ૮ થી ૧૦ મિલિયન ટન કચરો સમુદ્રમાં ઠલવાય છે. તેમજ દેશમાં રોજની ૩૦ જેટલી ગાયો પ્લાસ્ટીકની બેગો ખાઈ ને મ્રુત્યુ પામે છે, ત્યારે પ્લાસ્ટિક નો ઉપયોગ નહીવત થાય તે પણ જરૂરી બન્યું છે. જો કે વિશ્વમાં અત્યાર સુધીમાં સિંગલ યુજ પ્લાસ્ટિક ના વપરાશ પર ૧૫ કરતા વધુ દેશોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે ભારતમાં પણ ગત ૨ જી ઓક્ટોમ્બર થી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જ્યારે હવે પ્લાસ્ટિક પર પ્રતિબંધ જરૂરી છે ત્યારે આજના આધુનિક યુગમાં એવા પ્લાસ્ટિક ની જરુર્ર છે જે નાશ થઇ શકે, અને પ્રદુષણ મુક્ત હોય, ત્યારે આ કન્સેપ્ટ ને લઇ ને ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના પીથલપુર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા આવા જ એક પ્લાસ્ટિકની શોધ કરવામાં આવી છે, આ પ્લાસ્ટિક કે જે ગણતરીની સેકન્ડોમાં તૈયાર થાય જાય છે, ઘરમાં વપરાતી ચીજ વસ્તુઓ દ્વારા જ તૈયાર થાય છે.પીથલપુર પ્રાથમિક શાળાના બાળકો ગોહિલ માનસી અને ગોહિલ રેણુકા દ્વારા શાળાના શિક્ષક પટેલ નીલેશ કુમારના માર્ગદર્શ હેઠળ આ બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે અને તેમની આ કૃતિ રાજ્ય કક્ષના વિજ્ઞાન મેળામાં સિલેક્ટ થઇ છે, આ પ્લાસ્ટિક બનાવવા માટે સ્ટાર્ચ યુક્ત પદાર્થ, એસીટીક એસીડ અને વનસ્પતિ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક ૧૮૦ દિવસમાં નાશ પામે છે, સાત દિવસ સુધી પાણીમાં રાખવામાં આવે તો પીગળી જાય છે,.

હાલ આ શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા આ પધ્ધતિ મુજબ બનાવવામાં આવેલ પ્લાસ્ટિકની પદ્ધતિ નો ઉપયોગ કરી અને બેગ, મોટી થેલીઓ સહિતની વસ્તુઓ બનાવી અને પાલીતાણા શહેરમાં જઈ લોકોને દુકાનદારોને, તેમજ મોટા મોલ માલિકોને મળી આ આ બેગ ભેટ આપી અને આ પ્રકારના પ્લાસ્ટિકની બેગો વાપરવા માટે સમજવામાં આવે છે અને દેશને પ્લાસ્ટીકથી થતા પ્રદુષણ અંગે સમજુતી આપી તેનાથી કેવી રીતે દેશને અને સમગ્ર જીવ સૃષ્ટિ ને બચાવી શકાય તે સમજાવવામાં આવે છે, આ ઉપરાંત શાળાના બાળકોને પણ આ બેગ આપી અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

ભવિષ્યની જો વાત કરીએ તો દેશમાં આગામી વર્ષોમાં હવે પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવોજ પડશે અને તેમાં કોઈ બે મત નથી, ત્યારે તેની સામે કાગળોની બેગનો ઉપયોગ વધશે તેનાથી વૃક્ષો પણ વધુ કપાશે,જે પણ પ્રકૃતિ ને નુકશાનકારક છે ત્યારે હવે બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક નો ઉપયોગ જ એક વિકલ્પ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો