તસ્વીર સૌજન્ય-અરવિંદ રાઠોડ (પાલીતાણા) અને સલીમ બરફવાલા (સિહોર)
નોટ્બંધીને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર જીલ્લાના વિવિધ તાલુકા મથકો પર પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે ત્યારે જીલ્લાના પાલીતાણા અને સિહોરમાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી દેતા પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

૫૦૦ અને ૧૦૦૦ ની નોટો ને
લઈને સમગ્ર દેશમાં કાળોકકળાટ થઈ રહ્યો છે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં
તા.૨૫ થી ૨૮ સુધી વિવિધ વિરોધ પ્રદશિત
કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા ભાવનગર
જીલ્લામાં વિવિધ સ્થળો પર ચક્કાજામ કરી અને નોટ્બંધી સામે વિરોધ કરવામાં આવ્યો
હતો, આજે પાલીતાણામાં કોંગ્રેસ ના ધારાસભ્ય પ્રવીણ રાઠોડ ની આગેવાની હેઠળ
કોન્ગ્રેસ ના મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ભૈરવનાથ ચોક વિસ્તારમાં આવેલ હાઈવે
પર ચ્ક્કાજ્મ કરી દીધો હતો, કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા એસટી સહિતના વાહનો રોકી
રોડ પર બેસી જતા લગભગ એક કલાક સુધી રોડ પર ચ્ક્કાજ્મ સર્જાયો હતો, ચક્કાજામ ના
કારણે અનેક લોકો અટવાયા હતા, એસટી બસ માં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ સહિતના લોકો
મુશ્કેલીમાં મુકાયા હતા. રોડ પર વિરોધ પ્રદર્શિત કરી રહેલા લગભગ ૬૦ થી વધુ
કોંગ્રેસના કાર્યકરો સહીત પાલીતાણા ધારાસભ્ય ની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા
હતા,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો