BREAKING

કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ ના ભાગ રૂપે પ્રતિક ધરણા



નોટબંધીના કારણે પ્રજાને જે મશ્કેલીઓ પડી રહી છે તેને લઈને વિપક્ષ દ્વારા જન આક્રોશ સપ્તાહ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજે ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ ના ભાગ રૂપે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાતોરાત ૫૦૦ અને હજાર ની ચલણી નોટોને બંધ કરવામાં આવતા આમ જનતા ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, દેશમાં છતે નાણે લોકો નાણાભીડ અનુભાવી રહ્યા છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આં નિર્ણયનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ ના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધ ના નિર્ણય ને પાછું ખેચ્યા બાદ અલગ અલગ વિરોધ પ્રદર્શન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ભાવનગર શહેર અને જીલ્લા ની તમામ પાંખો દ્વારા શહેરના ઘોઘગેટ વિસ્તારમાં એકઠા થઈ અને પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા, આ પ્રતિક ધરણા માં શહેર કોંગ્રેસ પ્રમુખ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, યુવા પાંખ, મહિલા પાંખના આગેવાનો તેમજ કોંગ્રેસ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા મૌન ધારણા કરીને સરકાર ના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો