BREAKING

તળાજા માં ટાયરો સળગાવી હાઇવે ચક્કાજામ કરી પદ્મવત ફિલ્મનો વિરોધ





તસ્વીર સૌજન્ય. અશોક મકવાણા.તળાજા

પદ્માવત ના વિરોઘ મા કરણી સેના દ્વારા બીજા દિવસે પણ વિરોધ યથાવત, તળાજાના પાલીતાણા ચોકડી નજીક ચક્કાજામ,ટાયરો સળગાવ્યા, વાહનોની કતારો લાગી, પોલીસ દોડી ગઈ..

બહુચર્ચાસ્પદ બનેલી ફિલ્મ પદ્માવત ને સિનેમાઘરો રજુ કરવા મા એક તરફ રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે ત્યારે બે દિવસ પહેલા સુપ્રિમ કોર્ટે આ પ્રતિબંધ હટાવી પદ્માવત ને દર્શકો માટે ખુલ્લી મુકવાની મંજરી આપી છે. તેવામાં સમગ્ર ગુજરાત મા જુદી જુદી જગ્યાઓએ કરણી સેના ક્ષત્રિય સમાજ દ્વારા પદ્માવતી ફિલ્મ નો વિરોઘ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને  ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ગઈકાલે પાલીતાણા અને નારી ગામ નજીક ટાયરો સળગાવીને રોડ પર ઉતરી આવીને પોતાનો વિરોધ કર્યો હતો આજે બીજા દિવસે પણ એ આગ અને એ ટાયરોની જ્વાળા તળાજાના પાલીતાણા ચોકડી સુધી પ્રસરી છે જ્યાં કર્ણી સેના દ્વારા રોડ ચક્કાજામ કરી ટાયરો સળગવાની હાઇવે પર ઉતરી આવીને ફિલ્મનો વિરોધ કરાઇ રહ્યો હોવાનું હાલ જ વિગતો મળી રહી છ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો