BREAKING

ભાવનગર સહિત ઠેર ઠેર પદ્માવતી ફિલ્મનો વિરોધ.


સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવતની રિલીઝમાટે મંજૂરી આપી દીધા બાદ સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજના રોષ ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેર પદમાવતી ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે, રાજપૂત સમાજ દ્વારા રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ભાવનગરના જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉગ્ર વિરોધ થયો હતો, બસો અને ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા તેમજ પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

ઘણા સમયના વિવાદ, વિરોધ બાદ સુપ્રીમ કોર્ટે પદમાવતી ફિલ્મ ને સમગ્ર દેશમાં રીલીઝ કરવા માટે મંજુરી આપી દેવામાં આવી છે ત્યારે હવે આ ફિલ્મ૨૫ જાન્યુઆરીએ આખા દેશમાંરિલીઝ થશેજો કે આ નિર્ણય બાદરાજપૂતો દ્વારા સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે વિરોધનો વંટોળ ભાવનગર જીલ્લામાં જુદા-જુદા સ્થળો પર પણ જોવા મળ્યો હતો, આજે કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા પદમાવતી ફિલ્મ ના રીલીઝ ના વિરોધમાં ભાવનગર જિલ્લના ભાવનગર, પાલીતાણા તળાજા સહિતના વિસ્તારોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.સવારના પાલીતાણા નજીક પાલીતાણા ભાવનગર હાઈવે પર કરણીસેના દ્વારા ટાયરો સળગાવી અને હાઈવે ચક્કાજામ કર્યો હતો તો સાંજના સમયે ભાવનગર નજીકના નારી ગામ પાસે અમદાવાદ શોર્ટ રૂટ પર ટાયરો સળગાવી હાઈવે ચક્કાજ્મ કરવામાં આવ્યો હતો, તેમજ એસટી બસ ના કાચ તેમજ કેટલીક ખાનગી વાહનોના કાચ તોડવામાં આવ્યા હતા, જો કે ત્યાં પોલીસે ૧૫ લોકોની અટકાયત કરી હતી, ત્યાર બાદ કરણીસેના અને રાજપૂત સમાજ દ્વારા નારી ચોકડી ખાતે હાઈવે પર ટાયરો સળગાવી હાઈવે ચક્કાજામ કરી દીધો હતો અને એસટી બસના કાચ પણ તોડવામાં આવ્યા હતા. હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા, પોલીસ અને કરણીસેનાના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, આ દરમિયાન પોલીસ અને કરણીસેનાના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું,  

જો કે આ વિરોધ પ્રદર્શન બાદ પણ જો ફિલ્મ રીલીઝ થશે તો આગામી સમયમાં આના કરતા પણ ઉગ્ર વિરોધ સમગ્ર ભારતમાં કરવામાં આવશે અને ભાતનો નકશો ફેરવી નાખવાની ચીમકી કરણીસેનાના પ્રમુખે ઉચ્ચારી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો