BREAKING

કૌશલ્ય યોજના માં તાલીમ મેળવી સફળ થયેલા તાલીમાર્થી બહેનો ને પ્રમાણ પત્ર વિતરણ વિતરણ કરાયા.


માધવીબેન કંડોલીયા
દિનદયાળ અંત્યોદય યોજના હેઠળ ચાલતા સખી મંડળ સંચાલિત ગીતાંજલી એરીયા લેવલ ફેડરેશન દ્વારા સંચાલિત તાલીમ કૌશલ્ય યોજના માં તાલીમ મેળવી સફળ થયેલા તાલીમાર્થી બહેનો ને પ્રમાણ પત્ર વિતરણ અને ગરીબ લાભાર્થી બહેનો ને રાશનકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.


ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી લિપિબેન ખાંધાર ની અધ્યક્ષતા માં યોજાયેલ આ કાર્યક્રમમાં ભાવનગર જીલ્લા ભાજપા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ફેડરેશન ના પ્રમુખ પ્રમુખશ્રી ગીતાબેન કોતર, નગરપાલિકા પ્રમુખ વી.ડી.નકુમ, નગરપાલિકા સિફ ઓફીસર, મહામંત્રી ભુપતભાઇ બારૈયા, જીલ્લા ના હોદેદારો, પ્રદેશ સોસિયલ મીડિયા સહ-કન્વીનર અભયસિંહ ચાવડા, યુવા મોરચા અધ્યક્ષ નીરવ જોશી, બક્ષીપંચ મોરચા જિલ્લા અધ્યક્ષ એ.બી.મેર અને મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ની ઉપસ્થિતિ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો