BREAKING

ગ્રામીણ પોસ્ટ ના કર્મચારીઓ એ આજે હડતાળ ના 10 માં દિવસે આવેદનપત્ર પાઠવ્યું.

ભાવનગર

દેશભરમાં ગ્રામીણ પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા સાતમાં પગાર પંચનો લાભ આપવાની માંગ સાથે છેલ્લા ૧૦ દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. ૧૦ દિવસ માં દેશ અને રાજ્યની ગ્રામીણ પોસ્ટ સેવા ખોરવાય છે તેમ છતાં કોઈ નિરાકરણ ના આવતા આજે ભાવનગર ખાતે આંદોલન કરી રેહલા ગ્રામીણ પોસ્ટ કર્મચારીઓ દ્વારા ભારે સુત્રોચ્ચાર અને બેનરો સાથે એક રેલી નીકળી હતી અને કલેકટર કચેરી ખાતે ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર પાઠવી તાકીદે તેમની માંગ પૂર્ણ થાય તે બાબતે રજૂઆત કરી હતી.

સાતમાં પગાર પંચની માંગ સાથે દેશભરમાં અંદાજીત પોણા ત્રણ લાખ ગ્રામીણ પોસ્ટ કર્મચારીઓ છેલ્લા ૧૦ દિવસથી હડતાલ પર ઉતારી જઈ આંદોલન કરી રહ્યા છે અને તેની માંગો વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.દેશની ૮૯ ટકા પોસ્ટ સેવા ગ્રામીણ પોસ્ટ વિભાગ દ્વારા ચાલતી હોય જેથી તેમના આ આંદોલનથી પોસ્ટ સેવા હાલ ભારે પ્રભાવિત થઇ છે તેમ છતાં સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ ના આપવામાં આવતા આજે ભાવનગર જીલ્લાના ગ્રામીણ પોસ્ટ કર્મચારીઓ દ્વારા બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી.મોદી –ભાજપ વિરોધી સુત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલી કલેકટર કચેરી ખાતે પહોચી હતી અને જ્યાં ચીટનીશ ટુ કલેકટર ને આવેદન પાઠવી તેમની આ માંગ ને સરકાર સુધી પહોચાડવા અને વહેલી તકે માંગો નું નિરાકરણ આવે તે બાબતે રજૂઆત કરી હતી.

છેલ્લા ૧૮ મહિનાથી ગ્રામીણ પોસ્ટ ના કર્મચારીઓ દ્વારા તેમના સાતમાં પગાર પાંચ ના લાભ માટે રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ નિરાકરણ ન આવતા હવે આંદોલન પર ઉતરી જઈ પોતાની માંગ ને પ્રબળ કરી રહ્યા છે ત્યારે હવે સરકાર આ બાબતે હકારાત્મક વલણ અપનાવે છે કે કેમ તે જોવું રહ્યું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો