BREAKING

ભાજપના કાર્યકરો જળકુંભી સાફ કર્યા બાદ 3.19 લાખનું લીંબુ સરબત અને પાણી પી ગયા

અરવિંદ રાઠોડ.સુરત

સુરતની તાપી નદીમાં રહેલી જળકુંભી દુર કરવા મહાપાલિકાના સ્વચ્છતા અભિયાનમાં થયેલા મસમોટા ખર્ચ પર સવાલ ઉઠ્યા છે. કારણ કે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા કાર્યકરોને પીવડાવવામાં આવેલા લીંબુ શરબત અને પાણીની બોટલનું બિલ 3 લાખ રૂપિયાથી વધુ આવ્યુ છે. રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ અંતર્ગત સંજય ઇઝાવાએ જળકુંભી સ્વચ્છતા અભિયાન દરમિયાન થયેલા ખર્ચનો આંકડો માંગ્યો હતો. જેમાં લીંબુ શરબત માટે ત્રણ લાખનો ખર્ચ થયો હોવાનો ખુલાસો થયો છે.

મસમોટા ખોટા ખર્ચને લઈને મહાપાલિકાના વિપક્ષે સાશક પક્ષ ભાજપ પર સવાલ ઉઠાવીને આને ભ્રષ્ટાચાર ગણાવ્યો છે. ઉલ્લેખનિય છે કે, તાપી નદીમાં ઉપદ્રવને સમાન વધી રહેલી જળકુંભીના નિકાલ માટે ભાજપ શાસિત મહાનગર પાલિકાએ તાપી જળ શુદ્ધિ અભિયાન ચલાવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ટોપી પહેરીને સવાર થયા હતા. અને નાવડીમાં બેસીને જળકુંભી દુર કરી હતી. થાકેલા ભાજપના આ કાર્યકરોને લીંબુ શરબત પીવડાવવામાં આવ્યુ અને તે લીંબુ શરબત પાછળ ત્રણ લાખથી વધુનો અધધ ખર્ચ થયાનો ખુલાસો થતા મહાપાલિકા પર સવાલ ઉઠ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો