પાલીતાણા
પાલીતાણા તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલમાંમાં ડોક્ટરોના અભાવે અનેક નિર્દોષ મોતને ભેટ્યા છે ત્યારે આજે અકસ્માતમાં ઘવાયેલા એક યુવકને પૂરતી સારવાર નહીં મળતા મોતને ભેટ્યા નો આક્ષેપ મૃતક યુવકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.
પાલીતાણા તાલુકાના નાની રાજસ્થાળી ગામે રહેતો ને પાલીતાણા હીરા ઘસવાનું કામ કરતો યુવક અજયભાઈ ધીરુભાઈ વાળા આજે સાંજના સમયે તેનું બાઇક લઈને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ અન્ય બાઇક સામસામે અથડાતા અજયભાઈ ને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે સામેવાળા બાઇક ચાલકને પણ ઈજાઓ થઈ હતી, ગંભીર રીતે ઘવાયેલા અજયભાઈ ને પાલીતાણા માનસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ જ્યા એક જ ડોક્ટર હતા અને તેઓ દ્વારા માત્ર સામાન્ય સારવાર આપવામાં આવી જ્યારે પગના ભાગે ગંભીર ઈજાઓ અને લોહી વહી જવાના કારણે યુવકની તબિયત લથડી હોવા છતાં ડોક્ટર દ્વારા કોઈ પૂરતી સારવાર નહીં આપી તેમજ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં ની પણ તસ્દી નહીં લેવાના કારણે યુવકની હાલત ગંભીર થઈ હતી, જો કે પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં પૂરતી સારવાર નહીં મળવાથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવેલ પરંતુ ત્યાં પહોંચતા આ યુવકનું મૃત્યુ નીપજયું હતું.
યુવકના મોત અંગે પરિવારજનો નો હોસ્પિટલમાં તંત્ર ની બેદરકારક ના કારણે યુવકનું મોત થયા નો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો