અરવિંદ રાઠોડ-પાલીતાણા
પાલીતાણા
પ્રાચીન
કાળમાં આપણા ઋષિમુનીઓએ યોગવિદ્યાની અમુલ્ય ભેટ આપી છે.આજે આપણે ગૌરવ લઈ શકીએ શીયે
કે સમગ્ર વિશ્વ આજે યોગ પ્રત્યે આકર્ષિત થયું છે અને આજે સમગ્ર વિશ્વમાં યોગા
દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેલમહાકુંભ માં પણ
યુગ સ્પર્ધાનો સમાવેશ કરી ને યોગ ને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને વધુ
ને વધુ નાનેરો થી લઈ મોટેરાઓ યોગ સ્પર્ધામાં જોડાય તેવો અભિગમ છે ત્યારે પાલીતાણા
પણ રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ યોગસ્પર્ધા યોજાઈ જેમાં બહોળી સંખ્યામાં લોકો ભાગ લઈ
રહ્યા છે.
યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી અમુલ્ય ભેટ છે.તેમાં મન અને શરીર,વિચાર અને ક્રિયા, સયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે. યોગ એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દ્રષ્ટિકોણ છે.ત્યારે ગુજરાત સરકાર રમતગમત અને યુવા સંસ્કૃતિક વિભાગ તેમજ સપોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભ-૨૦૧૬ અંતર્ગત રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનો ભાવનગર ના પાલીતાણા ખાતે તા.૨૧ નવેમ્બર થી પ્રારંભ થયો છે,જેની આજે પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ સ્પર્ધામ ચાર અલગ-અલગ વય જૂથ ના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ૬૦ થી ઉપરના વયજૂથ ની સ્પધા પણ યોજાઈ હતી, ખાસ કરીને સમગ્ર રજ્ય માંથી જુદી-જુદી ૬૦ ટીમોએ ના કુલ ૩૨૫ કરતા કરતા પણ વધુ ખેલાડીઓ આ યોગ સ્પર્ધામાં ભાગ ભાગ લીધો હતો. યોગ ની જુદી-જુદી પાંચ આઈટમની સ્પર્ધા યોજાઈ રહી છે જેમાં આં સ્પર્ધામાં ભાગ એક થી ત્રણ માં આવનાર ખેલાડીઓને તંત્ર દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ખાસ કરીને સરકાર દ્વારા યોજાતા આવા ખેલ મહાકુંભ માં મોટા ભાગે ભાગ લેનાર ખેલાડીઓ શિવાય કોઈ દેખાતું હોતું નથી પરંતુ આ યોગ સ્પર્ધામાં પાલીતાણા ની જનતાએ પણ સારો એવો લાભ લીધો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો