BREAKING

નોટ બદલવા બેન્કની લાઈનમાં ઉભેલ રાણપુરના એક વૃદ્ધ નું મોત


સમગ્ર ભારતમાં ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ થતા જે લોકો નોટો બદલાવાની લાઈન માં ઉભા રહી ને હાલકી ભેગવી રહી રહ્યા છે તેમ છતાં પણ સતાધીશોના પેટનું પાણી પણ હલતું નથી, બેંક દ્વારા તેમજ સરકાર દ્વારા તેઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી ત્યારે એકપછી એક લોકોના મોત થઈ રહ્યા છે , આવનારા દિવસોમાં હજુ કેટલા લોકો નો ભોગ લેવાશે તે નક્કી નહિ, આજે પોતાની મરણમુડી માટે રાણપુર માં બેન્ક ઓફ બરોડા માં લાઈન માં ઉભેલા જીલુભાઈ ચાંપાભાઈ ખાચર નામના 70 વર્ષ નાવૃદ્ધ નું હૃદય રોગ ના હુમલા થી મોત થયું હતું..સિનિયર સીટીઝન હોવા છતાં  અને સરકાર ની સુચના હોવા છતાં પણ છતાં પણ બેંક દ્વારા યોગ્ય સુવિધાના આભાવે સીનીયર સીટીઝન ને લાઈન માં ઉભું રહેવું પડે તે ક્યાંનો ન્યાય.  આ છેલ્લા વૃદ્ધ 4 કલાક થી લાઈન માં ઊભા હતાં અને વારંવાર વિનતી કરવા છતાં પણ તેઓને આ જ લાઈન માં ઉભા રહેવું પડશે તેવો જવાબ મળ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો