ભાવનગર બ્યુરો
તા.૩૦-સપ્ટેમ્બર-૧૭
થોડા દિવસો પહેલા
ભાવનગરમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધા બાદ તેની સામે કોર્ટમાં
ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન તેના અન્ય બીજા કલીનીક માં પણ
સોનોગ્રાફી મશીન હોય જે મશીન નો ગર્ભ પરીક્ષણમાં ઉપયોગ થયો છે કે કેમ અને વધુ ગેર
ઉપયોગ ના થાય તે માટે આજે તેનું બીજું સોનોગ્રાફી મશીન સીલ કરવાની કાર્યવાહી
આરોગ્ય વિબાગ દ્વારા કરવામાં આવી છે.
ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તાર તા.૨૪.૯.૨૦૧૭ ના રોજ મહાદેવ મેટરનિટી
હોસ્પીટલમાં ડો.અજય રામાણી દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવમાં આવતું હોય
તેવી બાતમીના આધારે આરોગ્ય વિભાગ દ્વારા ડમી પેશન્ટ મોકલી અને સ્ટીંગ ઓપરેશન હાથ
ધરતા આ ડોક્ટરને રંગે હાથે દસ હજાર રૂપિયા લઈ અને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડવામાં
આવ્યો હતો, આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે એજન્ટ રસિક સરવૈયા સામે તપાસ હાથ ધરતા
જે દિવસે આરોગ્ય વિભાગ દ્વારા સ્ટીંગ કરવામાં આવ્યું તે જ દિવસે અન્ય ચાર મહિલાનું
પણ ગર્ભ લિંગ પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું, જે અંગે
આરોગ્ય વિભાગ દ્વારા ડો.અજય રામાણી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે,
તપાસ દરમિયાન આ ડો.અજય રામાણી ની અન્ય એક કલીનીક ભાવનગરના મેઘાણી સર્કલ વિસ્તારમાં
પણ આવેલી હોય અને તે હોસ્પીટલમાં પણ સોનોગ્રાફી મશીન હોય ત્યાં પણ આવા ગર્ભ
પરીક્ષણ થતા હોવાની શંકા અને વધુ આ મશીનનો દુરુપયોગ ના થાય તે માટે આજે આરોગ્ય
વિભાગ દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત આહી
સોનોગ્રાફી કરવા માટે રજીસ્ટર માં યોગ્ય એન્ટ્રી પણ કરવામાં ના આવતી હોય તેવું પણ
આરોગ્ય અધિકારીઓ જણાવી રહ્યા છે. આ સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં
આવ્યા છે કે કે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો