BREAKING

તળાજા ના દેવલી ગામે આજે પણ નવરાત્રીમાં પરંપરાગત નાટકો ભજવવામાં આવે છે.





તળાજા બ્યુરો

ગુજરાત ના ઘણા ગામડાઓમાં આજે નવરાત્રિ દરમિયાન ડિસ્કો દાંડિયાને બદલે નવરાત્રિ ના નવ દિવસ દરમિયાન ભવાઈ નાટકો ભજવવામાં આવે છે અને આ પરંપરા આજે પણ ભાવનગર ના ગામડાઓ માં જીવંત રહી છે

તળાજા તાલુકાના દેવલી ગામે પરંપરા રૂપે નવરાત્રિ માં આજે પણ  ખેલ અને નાટકો નું આયોજન કરવામાં આવે છે, નવરાત્રિ ના નવ દિવસ વિવિધ નાટકો ભજવવામાં આવે છે ત્યારે  જેમાં આઠમના દિવસએ માતાજી નો પાઠ અને ખોડલ તારો ખમકારો નાટક રાખવામાં આવેલ જેમાં ગામના લોકો દ્વારા આ નાટકો ભજવવામાં આવે છે, અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર અને દેવલી ગામના વતની શ્રી રમણીકભાઇ ધાધલ્યા પણ આ નાટકમાં ભાગ લીધો હતો અને મામડિયયા ચારણ નું પાત્ર ભજવી માતાજી ની શ્રધ્ધાવ્યક્ત કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો