BREAKING

લોકર સીલ મારવાના છે તેવી અફવાના પગલે હીરાના વેપારીઓ પોતાના લોકર ખાલી કરવા દોડી ગયા

દિલ્લી ના કોઈ ખાનગી લોકર કંપની માં આઈ.ટી વિભાગ દ્વારા પાડવામાં આવેલી રેડ ના પગલે સુરતમાં એવી અફવા ફેલાય હતી કે આઈ.ટી વિભાગ રાજ્ય ના અનેક ખાનગી લોકરો ને સીલ કરી દેશે.જેના પગલે ભાવનગર ના નિર્મળનગર સ્થિત માધવરત્ન બિલ્ડીંગ માં આવેલા ડાયમંડ વેપારીઓ ના ખાનગી લોકરો માં લોકોએ પોતાનો મુદ્દામાલ લેવા દોડાદોડી કરી મૂકી હતી અને મોદી રાત્રે લોકો પોતાના લોકરો ખાલી કરી પોતાનો કિંમતી મુદામાલ અને રોકડ રકમ ના થેલા લઇ ને પોતાના ઘર તરફ દોટ મૂકી હતી.

દેશ ની કેન્દ્ર સરકારે આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ લોકો માં હવે એક દર પેસી ગયો છે કે આ સરકાર ગમે તે કરી શકે છે .જેમાં દિલ્લી ની કોઈ ખાનગી લોકરો ચલાવતી એક કંપની માં ગત સાંજે આઈટી ની રેડ પડતા અને લોકરો સીલ કરી દેતા એક અફવા ફેલાય હતી.જે સુરત-વડોદરા-ભાવનગર-બોટાદ અને અન્ય શહેરો માં ફેલાય હતી.જેમાં આઈટી વિભાગ દ્વારા બ્લેકમની ને લઇ ને લોકરો સીલ કરવામાં આવી રહ્યા છે જેથી ભાવનગર ના નિર્મળનગર ખાતે આવેલ માધવરત્ન બિલ્ડીંગ કે જેમાં ડાયમંડ ની ઓફિસો આવેલી છે અને તેમાં એક ખાનગી લોકરો નો વિભાગ છે જેમાં અહીના ડાયમંડ ના વેપારીઓ પોતાનો કિંમતી મુદ્દામાલ તેમજ રોકડ રકમ રાખતા હોય છે .જેને લેવા માટે મોદી રાત્રી ના લોકર ધારકો ઉમટી પડ્યા હતા અને કોઈ ના હાથ માં એક તો કોઈ ના હાથ માં બે થેલા ભરેલા મુદ્દામાલ સાથે દોડાદોડ કરી પોતાના ઘર તરફ દોડી ગયા હતા .આ બનાવ ના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો અને કોઈ અઘટિત બનાવ ના બને તેની તકેદારી રાખી હતી.રાત્રી ના સમયે ફેલાયેલી અફવા ના પગલે આ લોકરો ખાલી થઇ ગયા હતા અને લોકો પોતાનો મુદામાલ ભરેલા થેલા લઇ રવાના થયા હતા.જો કે મીડિયા ના કેમેરા ને જોઈ ને આ લોકો એ ઝડપ થી પોતાના વાહનો તરફ દોડી રવાના થઇ ગયા હતા.
  આ અફવા માં સરકાર જો તકેદારી રાખે તો હકીકત માં જે લોકો મોડી રાત્રી એ પોતાના લોકરો ખાલી કરી ને મુદ્દામાલ લઇ ગયેલા લોકો તરફ ખાસ નજર કરવી જોઈ એ.કારણ કે હજુ પણ લોકો એ મોટી સંખ્યા માં કાળું નાણું સંઘર્યું હોય તેમ કે કાળા નાણા માંથી ખરીદ કરેલી મત્તા મોટી માત્રા માં હોય તેમ જણાઈ આવતું હોય ત્યારે વાઘ આવ્યો વાઘ આવ્યો ની જેમ આ મોકા નો લાભ ઉઠાવી ને સાચે જ આઈટી ની રેડ પડે તો પણ નવાઈ નહિ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો