આજે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ભાવનગર દ્વારા ગુજરાત પ્રાંત ના સહયોગથી સેકંડ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ નું આયોજન કરવામાં માં આવ્યું હતું.”લોકો માટે વિજ્ઞાન” ના શીર્ષક હેઠળ પ્રારંભ થયેલા આ એક દિવસીય સાયન્સ ફેસ્ટીવલ નો પ્રારંભ સાંસદ ભારતીબેન શિયાળ,ધારાસભ્ય વિભાવરીબેન દવે,પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા,કુલપતિ શૈલેશ ઝાલા તેમજ સેન્ટ્રલ સોલ્ટ ના વૈજ્ઞાનિકો ની ઉપસ્થિતિ માં દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં સાયન્સ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને અહી પ્રદર્શન માં મુકાયેલા વિવિધ શોધ પ્રદર્શન ને નિહાળ્યા હતા .
આજે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ભાવનગર દ્વારા ગુજરાત પ્રાંત ના સહયોગથી સેકંડ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાંસદ ભારતીબેન શિયાળ,ધારાસભ્ય વિભાવરીબેન દવે,પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા,કુલપતિ શૈલેશ ઝાલા તેમજ સેન્ટ્રલ સોલ્ટ ના વૈજ્ઞાનિકો તથા વિવિધ સાયન્સ સ્કુલ માં બાળકો જોડાયા હતા .આ એક દિવસીય સાયન્સ ફેસ્ટીવલ નો પ્રારંભ ઉપસ્થિત મહેમાનો ના હસ્તે દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.આ તકે ઉપસ્થિત મહેમાનો એ પોતાના વક્તવ્ય માં વિજ્ઞાનનું મહત્વ અને સાયન્સ ના વિદ્યાર્થીઓ ને પોતાના શોખ અનુસાર વિવિધ વિષયો પર સંશોધન કરવા અહે દેશ માટે કાઈક કરી છૂટવા અનુરોધ કર્યો હતો.
ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા આ સાયન્સ ફેસ્ટીવલ પ્રદર્શન ને નિહાળ્યું હતું અને તેમાં ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા કરવામાં આવેલા વિવિધ સંશોધનો ને નિહાળ્યા હતા .જેમાં ખાસ ખારા પાણી ને મીઠા કરવા અંગે નો પ્લાન ઉપરાંત આર.ઓ કે એકવા ફિલ્ટર સિવાય ના ફિલ્ટર પ્લાન્ટ ને નિહાળ્યા હતા અને તે કઈ રીતે કામ કરે છે અને તેનાથી શું ફાયદા થાય છે તેની પણ માહિતી મેળવી હતી.આ ઉપરાંત આ સાયન્સ ફેસ્ટીવલ માં આવેલા સાયન્સ ના વિદ્યાર્થીઓ એ પણ આ વિવિધ સંશોધનો ને નિહાળ્યા હતા જેમાં ખાસ મીઠા નો પ્લાન જેમાં બાયો સોલ્ટ -બાયો ડીઝલ અને પોટેશિયમ ઉત્પાદન વગરે નિહાળી ને જ્ઞાન મેળવ્યું હતું.
ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા બાયો ડીઝલ-બાયો સોલ્ટ-દરિયા માં રહેલી શેવાળ ની ખેતી અને તેમાંથી બનતું ખાતર-ખારા પાણી માંથી મીઠું પાણી વગરે સંશોધનો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું .જેમાં સેન્ટ્રલ સ્લોટ ના વિજ્ઞાનીકો દ્વારા બનાવવામાં આવેલી બાયો સોલ્ટ કે જે ભાવનગર ની ૫૧ આંગણવાડી ના બાળકો ને ખોરાક માં આપવામાં આવે છે જેનાથી તેનામાં આયોડીન કે કોઈ અન્ય ની જરૂર ઉણપ ના સર્જાય .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો