BREAKING

ભાવનગર કૉંગ્રેસ ઓબીસી મહાસંમેલન બન્યું મહાસંગ્રામ

ભાવનગર શહેર કોંગ્રેસ પક્ષ ઓબીસી સેલ દ્વારા આજે શહેરના મોતીબાગ ખાતે એક મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યમાં શહેરના ઓબોસી સમાજના લોકો જોડાયા હતા, જો કે સંમેલન બાદ સંમેલન સ્થળ પર ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન ના ફોર્મ નું વિતરણ કરતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બાળકો તેમજ વૃધ્ધોને લોકોએ ઠેબે ચડાવ્યા હતા.

કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી વર્તમાન પરિસ્થિતિ ને અનુલક્ષીને ને જાહેર જનતા વચ્ચે જુદા-જુદા પોગ્રામ આપીને મતો અંકે કરવા મહેનત કરવામાં આવી રહી છે.પરંતુ પોતાના જુદા-જુદા વિરોધ પ્રદર્શનમાં જોઈએ તેટલી ભીડ એકથી ના કરી શકતા કોંગ્રેસ દ્વારા આજે ઓબોસી સંમેલન ના નામે અને મફત ગેસ કનેક્શન તેમજ બીપીએલ કાર્ડ આપવામાં આવશે તેવી જાહેરત કરી સારી એવી ભીડ એકઠી કરવામાં આવી હતી. જો કે સંમેલનમાં સારી એવી જનમેદની એકથી કરી લેવામાં આવી હતી હતી અને સંમેલન બાદ કલેકટર ને આવેદન પણ આપી દેવામાં આવ્યું હતું,પરંતુ બાદમાં જે પરિસ્થિતિ સર્જાઈ તેની આમે કોંગ્રેસ ના આગેવાનો બેબસ અને લાચાર નજરેચડ્યા હતા. લોકો એ ત્યાને ત્યા જ બેફામ બોલી ને કોંગ્રેસના નેતાઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને એક તબ્બકે એક મહિલા દ્વારા માઈક નો કબજો લઈ લેવાતા કોંગ્રેસ નેતાઓ કફોડી હાલતમ,અ મુકાઈ ગયા હતા અને ફોર્મ ની લૂટફાટ મચી હતી અને લોકોને કાબુમાં રાખવા મુશ્કેલ બન્યા હતા, કોંગ્રેસ ના સીનીયર આગેવાનો અને નેતાઓ ખૂણામાં છુપાતા નજરે ચડ્યા હતા. આમ કોગ્રેસ દ્વારા ભીડ એકથી કરવામાં માટે જે ખોટું કરવામાં આવ્યું હતું તે હાથના કાર્ય હૈયે વાગ્યા જેવું નિર્માણ થયું હતું.



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો