BREAKING

હીરાનો ચળકાટ બન્યો નોટ્બંધી ના કારણે કકળાટ............

નોટ્બંધી ની અસર ભાવનગર ના મોટા ઉદ્યોગ થી માંડીને નાનામાં નાના ઉદ્યોગમાં જોવા મળી રહી છે.ત્યારે ભાવનગર શહેર અને જીલ્લામાં સૌથી વધુ રોજગારી પૂરી પડતો હીરાના વ્યવસાયમાં નોટ્બંધી ની સૌથીં વધુ અસર જોવા મળી રહી છે. ભાવનગરમાં ચાલતા હીરાના કારખાના માંથી હાલ ૮૦ ટકા કારખાના વેકેશન બાદ હજુ પુન ચાલુ થયા નથી. એક જોતા જે હીરાનો ચળકાટ હતો તે નોટ્બંધી ના કારણે કકળાટ બની ગયો છે.

ભાવનગર ના અર્થતંત્ર માં સૌથી મોટો ઉદ્યોગ અલંગ શિપબ્રેકીંગ અને સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ એટલે હીરા ઉદ્યોગ, હાલ નોટબંધી ની અસર ભાવનગર ના આ બે મોટા ઉદ્યોગ થી લઈને તમામ ઉદ્યોગમાં જોવા મળી રહી છે.ત્યારે ભાવનગર ના સૌથી વધુ લોકો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે હાલ દિવાળી ના વેકેશન પુરા થયા છતાં પણ જીલ્લા અને શહેરમાં મોટાભાગના હીરાના કારખાના હજુ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, વેકેશન પૂરું થતા જ હીરાના કારીગરો હીરાના કારખાને આટાફેરા તો મારતા હતા પરંતુ કારખાના ચાલુ નહિ થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ હીરાના કારખાનાવાળા વિસ્તારો કે જ્યાં લાખો કારીગરો અને હીરાના વેપારીઓથી ઉભરાતા હતા તે વિસ્તારો આત્યારે સુમસામ ભાસી રહ્યા છે. જ્યાં લાખો લોકો ને રોજગારી મળતી હતી તે વિસ્તારોમાં આત્યારે કાળા કાગડા ઉડી રહ્યા છે.

હીરાના વેપારીઓ દ્વારા દિવાળીના વેકેશન બાદ અને મંદીના માહોલ માંથી બહાર નીકળી ને હીરાના કારખાના પુન ચાલુ કરવાની વિચારણા કરી રહ્યા હતા ત્યાજ મોદી સરકાર દ્વારા નોટ્બંધી ની જાહેરાત કરવામાં આવતા વેપારીઓ ફરી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાલ હીરામાં પહેલા કરતા કામ સારું મળી રહ્યું હોવા છતાં કારીગરોને પગાર આપવા કે ઉપાડ આપવા માટે નવી નોટો કે છુટા પૈસા નથી તેવા સંજોગોમાં અને કારીગરો અને જૂની નોટો સ્વીકારતા નથી, આ ઉપરાંત મોટાભાગના કારીગરોને બેંકમાં ખાતાઓ પણ નથી ત્યારે જૂની નોટો સ્વીકારવી પણ કેમ ?

આમ આવા તમામ સંજોગોના કારણે કારીગરો પણ કારખાનામાં આવતા નથી અને જે શેઠિયાઓ એ કારખાના ચાલુ કર્યા છે તે પણ બપોર સુધી જ ચાલુ રાખે છે. ત્યારે હીરાના વ્યવસાય ની નોટ્બંધીના કારણે કમર તૂટી ગઈ છે. એક બાજુ હીરાના કારખાના બંધ થતા મહિલાઓ સહિતના લાખો કારીગરો બેકાર બની ગયા છે ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયો પણ પડી ભાંગ્યા છે. શહેરના નિર્મળ નગર વિસ્તારમાં જે હીરાની પેઢીઓ ચાલતી હતી તેમાંથી મોટાભાગની પેઢી હજુ બંધ જોવા મળી રહી છે. વેપારીઓ પણ નવરા બેઠા જોવા મળી રહ્યા છે. કારીગરોએ હાલ સુધી તો જેમતેમ કરીને ઘર ચલાવ્યું પણ હવે તો ઘર ચલાવું દોહલું થઈ ગયું છે.   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો