નોટ્બંધી બાદ લોકોની
હાલાકી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે હાલના સંજોગોમાં એટીએમ અને બેન્કોમાં પણ
રોકડ રકમ મળવી મુશ્કેલ થઈ પડી છે આવા સંજોગોમાં બેંકો ને પણ આરબીઆઈ માંથી પૂરી
રોકડ રકમ આવતી ના હોય અને લોકો ની માંગ હોય ત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી બેંકો દ્વારા
કેશલેસ સુવિધાનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે પબ્લિક અવર્નેસ ના કાર્યક્રમો
શર કર્યા છે.
લોકો સુધી રોકડ પહોચાડવામાં
માં નિષ્ફળ નીવડેલ બેંકો દ્વારા હવે લોકો વધુમાં વધુ કેશલેસ સુવિધાનો ઉપયોગ કરે તે
માટે હવે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં
નોટ્બંધી બાદ મોટા ભાગના નાના ધંધાઓ કે દુકાનો બંધ થવાની હાલતમાં આવી પડ્યા છે આવા
સંજોગોમાં બેંકો લોકોની જરૂરિયાત મુજબરોકડ આપવામાં સક્ષમ નથી તેથી હવે વેપારીઓ પણ
કેશલેસ સુવિધા ઓ ઉપલબ્ધ કરી ગ્રાહકો આકર્ષવા માટે પીઓએસ મશીનો રખવા લાગ્યા છે છે
ત્યારે ભાવનગર ના જુદા-જુદા વેપારીઓ એસોસિએશન ની માંગણી ને લઈને આજે ભાવનગર ના
ઘોઘગેટ વિસ્તારમાં એસબીઆઈ બેંક દ્વારા લોકોમાં કેશલેસ સુવિધા અંગે માર્ગદર્શન કેમ્પ
તેમજ જે વેપારીઓ ને બેંકમાં કરંટ ખાતાઓ કે બચત ના ભોય તેમને સ્થળ પર જ ખાઓ ખોલી
આપવા અંગે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત જે વેપારીઓ ને કેશલેસ
સુવિધા ઉભી કરવા માટે પીઓએસ મશીન ની જરૂરિયાત હોય તેમને મશીનો સ્થળ પર જ ઇસ્યુ
કરવાની સુવિધા પણ બેંક દ્વારા ઉપલબ્ધ કરવાવ માં આવી હતી, આ કેમ્પની મુલાકાતે
એસબીઆઈ ના ડેપ્યુટી જનરલ મેનેજર તેમજ સંસદીય સચિવ વિભાવરીબેન દવે એ મુલાકાત લઈ
લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા, તેમજ ડીજીએમ દ્વારા આગામી દિવસોમાં ગ્રામ્ય
વિસ્તારોમાં પણ આ રીતે કેમ્પ યોજી લોકોને તુર્તજ બેંકમાં ખાતાઓ ખુલી જાય તેવા
પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમાં જણવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો