ભાવનગર જીલ્લા કલેકટર હર્ષદ પટેલ તા.૨૧ મી થી સિંગાપોર વર્કશોપમાં ગયા હોવાનું સુત્રો તરફ થી માહિતી મળી રહી છે, હાલ તેઓ ૨૮મિ એ ફરજ પર હાજર થશે , હાલમાં જીલ્લા કલેકટર નો ચાર્જ ડીડીઓ આયુષ ઓક ને સોપવામાં આવ્યો છે. નોંધનીય છે કે શહેરમાં માળખાકીય અને અને પ્રજા લક્ષી સુવિધાઓ કેમ વિકસાવવી તે અંગે ના ડેવલોપમેન્ટ વર્કશોપ માં સમગ્ર વિશ્વ માંથી ૨૦ આઈ એ એસ ની પસદગી કરવામાં આવી છે જેમાં ભાવનગર જીલ્લા કલેકટર હર્ષદ પટેલ ની પસદગી થઈ છે, તેઓ આગાઉ જામનગર કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યારથી તેમની પસદગી થઈ હોય અગાઉ પણ તેઓ ત્રણ વર્કશોપમાં હાજરી આપી ચુક્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો