સૌજન્ય.પ્રહલાદસિંહ રાઠોડ.મહુવા
ભાવનગર રહેતા અને મહુવાની બેન્ક ઓફ બરોડામાં કેશિયર તરીકે નોકરી કરતા કેશિયરે મહુવાની બેન્ક ની શાખામાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતે મહુવાની ખાનગી હોસ્પિટલમાંમાં સારવાર માં ખસેડવામાં આવ્યા છે.
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ જગત્રાથપાર્ક-2 માં રહેતા અને મહુવા કેશિયર તરીકે નોકરી કરતા સુરૅશભાઈ એન. વ્યાસે મહુવાની બેંક ઓફ બરોડામાં ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને ગંભીર હાલતે બેભાન અવસ્થામાં સારવાર અર્થે મહુવાની ખાનગી નર્સીગ હોમમાં ખસેડવામાં આવ્યા છે. જયાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જાણવા મળતી વિગત મુજબ સુરેશભાઇ વ્યાસ બેંક ઓફ બરોડામાં હેડકેશિયર છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેમની બદલી મહુવા થયેલી છે અને મહુવાની ફુલેરબાગ બેંક ઓફ બરોડમાં તેઓ ફરજ બજાવે છે. રોજ ભાવનગરથી અપડાઉન કરે છે.
તેઓએ આપઘાત નો પ્રયાસ કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી છે અને તેમાં બેંકના મેનેજર ,જોઇન્ટ મેનેજર, લોન ઓફિસર તેમજ એક મહિલા કર્મચારીનું નામ લખ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સ્યુસાઈડ નોટમાં જે મહિલા નું નામ તે મહિલા સુરેશભાઈ પર છેડતીનો ખોટો આરોપ મૂક્યો હતો અને અવનવાર ધમકી આપતા હોય જે અંગે સુરેશભાઈ ને લાગી આવતા તેઓએ ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો