સુરત
સુરતમાં હીરા ઉદ્યોગપતિ અને જમીનના કારોબાર સાથે જોડાયેલા વસંત ગજેરાની પોલીસ દ્વારા અટકાયત કરવાની વાત સામે આવી છે. વસંત ગજેરા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસ તરફથી ધારાસભ્યની ચૂંટણી લડનાર ધીરુ ગજેરાના ભાઈ છે. એક જમીન મામલે વસંત ગજેરાની સુરત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ જમીન છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો હતો, તે અંતર્ગત તેમની અટકાયત કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો