સૌજન્ય.અરવિંદ રાઠોડ.સુરત
સુરતના અમરોલી વિસ્તારમાં હોટલમાં અસામાજિક તત્વોએ સુરત એરપોર્ટના પીએસઆઈને સ્ટમ્પ અને લાકડાના ફટકા મારતા મોટી બબાલ ઉભી થઈ થઈ છે. ઈજાગ્રસ્ત પીએસઆઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસીપી દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાની વિગત એવી છે કે ગઈ રાત્રીએ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા પીએસઆઈ કેડી રાવલ અમરોલી પાસે ઉતરાણ રોડ પર આવેલી ક્રિષ્ના હોટલમા જમવા માટે ગયા હતા. જમતી વેળા પીએસઆઈ રાવલના ટેબલની બાજુમાં બેઠેલા લોકો અંદરો-અંદર ગાળા-ગાળી કરી રહ્યા હતા ત્યારે પીએસઆઈ રાવલે તેમને અટકાવ્યા હતા પરંતુ મામલે બિચકી ગયો હતો. પીએસઆઈ રાવલ સાદા ડ્રેસમાં હતા.
થોડીવારમાં મામલે વધુ બગડતા પીએસઆઈ રાવલ પર બાજુના ટેબલ પર બેસેલા દારુ પીધેલી હાલતમાં આવેલા અસામાજિક તત્વો લાડકીના ફટકા સાથે તૂટી પડ્યા હતા. પીએસઆઈ રાવલને અસામાજિકોએ લાકડા અને સ્ટમ્પ વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત પીએસઆઈ રાવલને અમોરલીની શિવમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એસીપી ઠાકોરે આ અંગે કહ્યું કે તપાસ ચાલી રહી છે. જમતી વખતે મોબાઈલ પર વાત કરી રહેલા લોકો સાથે બોલચાલી થઈ હતી અને તેના કારણે આખી ઘટના બની છે. હાલ તપાસ ચાલી રહી છે. પીએસઆઈ રાવલ પર હુમલો કરનાર અસામાજિક તત્વો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો