BREAKING

ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં 494 દિવ્યાંગોએ મતદાન કર્યું

 ગઢડા વિધાનસભાની પેટા ચૂંંટણી યોજાવાની છે ત્યારે આ ચુંટણીમાં વધુ મતદાન થાય તેવો અભિગમ ભારતીય ચૂંટણી પંચનો રહ્યો છે. હાલમાં કોવીડ મહામારીમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ કાર્ય કરી રહ્યું છે. આ અંગે ચૂંટણીમાં દિવ્યાંગ અને 80 વર્ષથી વધુ વયના મતદાતાઓને પણ પોસ્ટલ બેલેટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિકલ્પનો ઉપયોગ કરી ગઢડા પેટા ચૂંટણીમાં 494 મતદાતાઓએ મતદાન કર્યું હતુ. જેમાં વલ્લભીપુરના 126, ગઢડાના 231 અને ઉમરાળાના 137 મતદાતાઓએ મતદાન કર્યંુ હતું. જિલ્લા વહીવટીતંત્રે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઈચ્છતા દિવ્યાંગ અને 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓના ફોર્મ સ્વિકારી 25 ઓક્ટોબર અને 26 ઓક્ટોબર એમ બે દિવસ મતદાતાના ઘર પર મતદાન માટેની સુવિધા કરવામાં આવી હતી.

આ અંતર્ગત 25 ઓક્ટોબરે -334 મતદાતાએ જ્યારે 26 ઓક્ટોબરે -160 મતદાતાએ મતદાન કર્યું હતુ. આ નાયબ કલેક્ટર અને પોસ્ટલ બેલેટ કામગીરીના નોડલ અધિકારી આશિષ મિયાત્રાએ જણાવ્યું હતુ કે ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ વય ધરાવતા અને દિવ્યાંગ મતદાતાઓને પોસ્ટલ બેલેટનો વિકલ્પ આપ્યો હતો. જેનો મતદાતાઓએ ઉપયોગ કર્યો હતો. જેનો ઉદ્દેશ એ હતો કે એક પણ મતદાતા મતદાનથી વંચિત ન રહે તેવા ભારતીય ચૂંટણી પંચના આદર્શને અનુસરવામાં આવ્યો છે. સામાન્ય રીતે પોસ્ટલ બેલેટનો ઉપયોગ ચૂંટણી સમયે ફરજ પરના સરકારી કર્મચારીઓના મતદાન માટે થતો હતો. પરંતુ હાલમાં કોવીડને ધ્યાનમાં રાખી આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો