BREAKING

લેબલ Gadhada સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Gadhada સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગઢડા શહેરમાં ખેતી બચાવો અભિયાન અંતર્ગત કોંગ્રેસ પ્રેરિત ખેડૂત મિટિંગ યોજાઈ


આજ રોજ ગઢડા શહેર અને ગઢડા તાલુકાના કાયૅકતૉઓની આગેવાની માં ખેતી બચાવો અભિયાન અંતર્ગત કોંગ્રેસ પ્રેરિત મિટિંગ યોજાઈ.જેના અનુસંધાને કોંગ્રેસ આગેવાનો દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે કેન્દ્રની ભાજપ સરકારે ખેડૂત વિરૂધ્ધ જે કાયદા ઓ પસાર કરેલ છે તે કાયદાને રદ્ કરવા સમગ્ર દેશના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી લડત લડી રહયા છે ત્યારે દેશના ખેડૂતોને સમથૅન આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યમાં " ખેતી બચાવો અભિયાન "અંતગૅત ખેડૂત મિટિંગ યોજવાનું આયોજન કરેલ સાથે જ બે મિનિટ મૌન રાખી પુવૅ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી ને શ્રઘ્ધાંજલિ આપેલ તેના ભાગરૂપે ગઢડા કોંગ્રેસ દ્વારા ભરતભાઈ છૈયા ના ફામૅ હાઉસ ખાતે બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ મેર, હરજીભાઈ વાનાણી કોંગ્રેસ અગ્રણી, સુખદેવ સિંહ ગોહિલ કોંગ્રેસ અગ્રણી, વશરામભાઇ તાવૈયા પુવૅ તાલુકા પ્રમુખ, દિલુભા ગોહિલ, બચુભાઈ ઝાપડીયા દિનેશભાઈ જમોડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામભાઈ ચાવડા સાથે જ ગઢડા શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તથા ખેડૂતો મિત્રો પઘારેલ.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ છૈયા દ્વારા કરવામાં આવેલ

ગઢડા એસટી ડેપોમાં એસટી ક્રેડિટ કો.ઓ સોસાયટીની ચૂંટણીમાં ઉમેદવારો બિનહરીફ વિજયી થતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું

ભાવનગર વિભાગ એસ.ટી, ક્રેડિટ કો.ઓ.સોસાયટીની ચૂંટણીમાં એસ.ટી. કર્મચારી મંડળની પેનલ બિનહરીફ વિજેતા થયેલ છે. આ પેનલમાં ગઢડા ડેપોના ઉમેદવાર સાજીદભાઈ મકવાણા પણ વિજયી થયેલ હોય તેમનો અભિવાદન સહ કાર્યકરો, સભાસદશ્રીઓનો આભારવિધિ કાર્યક્રમ ફૂલ-ગુલાલ તેમજ આતશબાજી સાથે ગઢડા ડેપો ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મહામંડળના કારોબારી સદસ્યો દિનેશભાઇ સૂંઘરવા, હરવીજયસિંહ ગોહિલ, તેમજ અગ્રણીશ્રીઓ, સર્વશ્રી એમ.એમ.બાબરીયા, રાજુભાઇ માંગુકિયા, રમેશભાઈ ગોહિલ, લખુભાઈ પટગીર,જયરાજભાઈ ખાચર,વિરેન્દ્રસિંહ ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ, એન ટી ગોહિલ , હરદેવસિંહ ગોહિલ HM, હરદેવસિંહ ગોહિલ પાટણા, ગભરુભાઈ ખાચર વગેરે એ શુભેચ્છા પાઠવેલ તેમજ ફૂલ ગુલાલ અને આતશબાજી સાથે તેમનું સન્માન કરવામા આવેલ અને વિજેતા ઉમેદવાર સાજીદભાઈ, કર્મચારી મંડળના AGS પી.પી પરમાર, યુનિટ સેક્રેટરી જે.કે ગોહિલ અને રામદેવસિંહ ગોહિલ-ઢસા અને હરવીજયસિંહ ગોહિલનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન દિનેશભાઇ સૂંઘરવાએ કરેલ હતું.
તેમજ બીએમએસ મંડળના અગ્રણીઓ શૈલેષભાઇ ડાંગર, જીતુભાઇ ગઢવી, ભગાભાઈ ધાપા અને મજૂર મહાજન ઉપપ્રમુખ વિજયભાઈ ખાચર દ્વારા પણ વિજેતા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી.

ગઢડા મા "બેટી બચાવો બેટી પઢાઓ" સપ્તાહ અંતર્ગત ઉજવણી કરવામાં આવી

 


           ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા સંચાલિત નારી અદાલત બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકામાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રી લીલાબેન અંકોલીયા, સભ્ય સચિવ વિણાબેન પટેલ ,નારી અદાલતના રાજ્ય કોઓર્ડીનેટર સોનલબેન ગઢવીના સતત માર્ગદર્શન હેઠળ ,તેમજ જિલ્લા કોઓર્ડીનેટર ચાંવ ઋતુંભરાબેનની દેખરેખ હેઠળ ચાલી રહેલ, નારી અદાલત ગઢડા તાલુકા કોઓર્ડીનેટર સોલંકી ભૂમિકાબેન તેમજ પી.બી.એસ.સી. સેન્ટર ના કાઉન્સેલર નીતાબેન પટેલ ના સંકલન મા "બેટી બચાવો બેટી પઢાઓ" સપ્તાહ અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ.
      

 જેમા બહેનો ને દિકરી નુ મહત્વ સમજાવી , કિશોરીઓને પોષણ અંગે ,દિકરી એ મેળવેલ સિધ્ધી અંગે ચચાઁ કરી ,જાતિય હિંસા,ધરેલું હિંસા, કાયદાકીય માગૅદશૅન, તેમજ નારી અદાલત ની કામગીરી અને પી.બી.એસ.સી. સેન્ટર વિશે , 181અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, દિકરી વ્હાલી યોજના, વિધવા સહાય ,મહીલા આત્મનિભૅર ,આમ સરકારી શ્રી ની વિવિધ યોજનાઓ વિશે ની માહીતી આપી સમજાવેલ.જેમા આઈ.સી.ડી.એસ.ના સુપરવાઇઝર પરમાર મંજુલાબેન નારી અદાલત ગઢડા તાલુકા કોઓર્ડીનેટર સોલંકી ભૂમિકાબેન ,પી.બી.એસ.સી.સેન્ટર પટેલ નીતાબેન, આંગણવાડી કેન્દ્ર નં 5 ના કાયૅકર ત્રિવેદી મીનાબેન,હેલ્પર કંડોળીયા હંસાબેન, અન્ય બહેનો હાજર રહ્યા હતા.

ગઢડા: ઉત્તરાયણ માથે પણ પતંગદોરાની જોઈએ એવી ઘરાકી જામતી નથી

મકરસંક્રાંતિના તહેવાર અને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે આમ છતાં પતંગ અને દોરા ની જોઈએ એવી ઘરાકી જામતી નથી એમ પતંગ અને દોરા ના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ જણાવ્યું હતું.
જયા વર્ષોથી પતંગોના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં આમ તો દરેક વેપાર રોજગાર પર જબરી અસર થઇ છે, પણ આ વર્ષે પતંગ દોરાના વેપારને પણ કોરોના વળગે એવી અમારી હાલત છે ગત વર્ષ કરતાં આ વર્ષે પતંગના ભાવ પણ અમુક ટકા જેટલા જથ્થાબંધ ખરીદી રહ્યા છે ત્યારે ગ્રાહકો ને ક્યાં ભાવે વેચાણ કરવું?વધુમાં તેમણે જણાવ્યું કે આ વર્ષે માલ પણ ઓછો આવ્યો છે 15 દિવસ પહેલા  દુકાને ગ્રાહકોની ભીડ રહેતી હોય છે પણ અત્યારે કાગડા ઊડે એવી હાલત છે. ઉતરાયણ ફક્ત આઠ દિવસની વાર છે પણ પતંગ રસિયાઓ ઓછા છે.

ગઢડા એસટી ડેપોમાં મહિલા કંડકટરોનો સન્માન સમારોહ યોજાયો.

કોરોનાના કપરા સમયમાં કોરોના વૉરિયર્સ તરીકે મહિલા કંડકટરોની ફરજ પ્રત્યેની નિષ્ઠા, અને તેમના કાર્યની સહાનુભૂતિ બાબતે ગઢડા ડેપોમાં ફરજ બજાવતા મહિલા કંડકટર રીટાબેન પટેલ  દ્વારા આ આયોજન કરવા બાબતે વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમના વિચારને ગઢડા ડેપોના કર્મચારીઓએ આવકર્યો હતો અને દરેક મહિલા કંડક્ટરોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ મહિલા કર્મચારીઓના વિકટ પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ કે.ડી.ગોહિલ (ઇન્ચાર્જ d.t.o એસ.ટી.ભાવનગર)ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં
ડેપો મેનેજર ગઢડા પી.એમ. પટેલ,  ટ્રાફિક કન્ટ્રોલર પી.પી.પરમાર,
ટ્રાફિક કન્ટ્રોલર જે.કે.ગોહિલ,
એ.ટી.આઈ સાજીદભાઈ જોખીયા,  એ.ટી.આઇ દિગ્વિજયસિંહ ચુડાસમા તેમજ ગઢડા ડેપોના કર્મચારીઓ,
પ્રિન્સિપાલ આઈ.ટી.આઈ.ગઢડા તેમજ આઈટીઆઈ કર્મચારીઓએ હાજરી આપી હતી. અને ઉપસ્થિત દરેક મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પી.પી.પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ગઢડા તાલુકાના રતનપર ગામની 300 એકર સરકારની જમીન સરકાર પક્ષે પરત લેવાનો હુકમ કરતા બોટાદ જિલ્લા કલેકટર

બોટાદ જિલ્લા કલેકટરે ગઢડા તાલુકાના રતનપરની 300 એકર સરકારની જમીન સરકાર પક્ષે પરત લેવાનો હુકમ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખોટી સરકારી જમીનો પચાવી બેઠેલા તત્વો વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી આવી જમીનો સરકાર હસ્તક પરત લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે બોટાદ કલેકટર વિશાલ ગુપ્તા દ્વારા આ પ્રકારે ખોટી રીતે સરકારી જમીનોના માલિક થઈ બેઠેલા લોકોના ચંગુલમાંથી આવી જમીનો મુક્ત કરાવી સરકાર પરત લેવા તથા સમગ્ર જિલ્લામાંથી આ પ્રકારની ગેરરીતિઓ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.



જેમાં ગઢડા તાલુકાના રતનપર ગામની સર્વે નં.100 પૈકીની, સર્વે નં.73 તથા સર્વે નં.84ની જમીનનો જે મુળ સરકારી જમીનો હતી પરંતુ સરકારી રેકર્ડ સાથે છેડછાડ કરી આ જમીનોને ખાનગી ઠરાવવામાં આવી હોવાનું કલેકટરની પ્રાથમિક તપાસમાં ધ્યાને આવતા કલેક્ટર દ્વારા જમીન પરત સરકારને સોપવ માટે હુકમ કરવામા આવ્યો છે.

બોટાદ જિલ્લા કલેકટરે આ માટેની તમામ નોંધોને સ્યુમોટો રીવીઝનમાં લઈ આ જમીનોના હાલના ધારણકર્તાઓને તેમના માલિકીપણાના આધાર પુરાવાઓ રજુ કરવાની તક આપવામાં આવી હતી. જે બાબતે આ જમીનના ધારણકર્તાઓ કોઈ આધાર પુરાવાઓ રજુ નહી કરી શકતા આ જમીનો મુળ સરકારી હોવાનું સાબીત થતા જિલ્લા કલેકટરે તા.8-12-20ના રોજના હુકમથી આ તમામ 300 એકર જેટલી સરકાર હસ્તક પરત લેવા હુકમ કર્યો હતો.

આ સમગ્ર જમીનનો કબ્જો મામલતદાર, ગઢડા દ્વારા સંભાળી લેવામાં આવી છે.આ હુકમ થવાથી સરકારી જમીનમાં 300 એકર જમીનનો વધારો થયો હતો. હજુ પણ અન્ય સ્થળોએ આ પ્રકારે ગેરરીતિ આચરીને સરકારી જમીનો પચાવી પાડનારા ઈસમો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરાશે. તથા આ પ્રકારના કિસ્સાઓ શોધીને તંત્ર સામે ચાલીને કાર્યવાહી કરશે.


ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે પૂર્વ ચેરમેન એસ પિ સ્વામીએ આપ્યું નિવેદન.

ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે પૂર્વ ચેરમેન એસ પિ સ્વામીએ આપ્યું નિવેદન.

મંદિર ટ્રસ્ટની મિટિંગ માં પ્રોસેસીંગ માં પહેલા સહી માંગતાં થયેલ વિવાદ મામલે આપ્યું નિવેદન.


ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે ટ્રસ્ટી મનજીભાઈ ઈટાળીયા એ આક્ષેપો કરતા આપ્યું નિવેદન.

મંદિર ટ્રસ્ટની મિટિંગમાં પ્રોસેસીંગ માં પહેલા સહી માંગતાં થયેલ વિવાદ મામલે આપ્યું ટ્રસ્ટી એ નિવેદન.

ટ્રસ્ટી એ પણ આ સમગ્ર મામલે આપ્યું નિવેદન સાથે કર્યા ગંભીર આક્ષેપો.


ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મુદ્દે મિટિંગ થઈ પૂર્ણ કોરોના ગ્રસ્ત ટ્રસ્ટીએ વીડિયો કોન્ફરન્સ થી મિટિંગ માં જોડાવાની માંગણી કર્યા બાદ ટ્રસ્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ મિટિંગમાં જોડાયા અને મિટિંગ થઈ પૂર્ણ તમામ મહત્વના મુદ્દા અને ચર્ચા વિચારણા બાદ નિર્ણયો લઈ મિટિંગ પૂર્ણ કરવામાં આવી મિટિંગમાં ચેરમેન પદ પર હરીજીવન સ્વામીએ સંપૂર્ણ કાર્યવાહી કરી. જ્યારે આચાર્ય પક્ષ ના રમેશ ભગત દ્વારા હજુ પણ તેઓ જ ચેરમેન હોવાનું દાવો કરાયો જ્યારે એસ પિ સ્વામીએ પણ કોર્ટ નો નિર્ણય તેમના તરફેણ માં આવશે તેવું જણાવી અને ચેરમેન પદ પર રમેશ ભગત જ છે અને રહેશે તેવું ગણાવ્યું

ગઢડા ગોપીનાથજી મંદિરના વિવાદ મામલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સહિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ગઢડા જીવદયા પ્રેમીઓ અને GVK EMRI કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા એક રેઢિયાર બિમાર ગૌ વંશની રક્ષા કરવામાં આવેલ

 ગઢડા શહેરમાં એક ગૌ વંશને શિંગડામા જીવાતો પડેલ ગઢડા જીવદયા પ્રેમીઓ જાણ થતાં તેની સારવાર અર્થે તાત્કાલિક ધોરણે GVK EMRI કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ નાં પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર હાર્દિકભાઈ જાદવ અને પાયલોટ કમ સહાયક મયુરભાઈ ડોડીયા સાથે ગઢડા જીવદયા પ્રેમીઓ અનિરુદ્ધભાઈ ધાંધલ, રાજભા ગઢવી, ઉદયભાઈ ધાંધલ દ્વારા સારવાર કરી એક ગૌ વંશને કંમોડી ઓપરેશન કરી રક્ષા કરવામાં આવી હતી.સાથે જ તેઓએ એક માનવતા નું જીવતું જાગતું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું
રિપોર્ટ.. હરેશ સલિયા ગઢડા

ગઢડાના સાળંગ પરડા રોડ પર છકડો પલટી ખાય જતા 1 મહિલા નું મોત અને 3 ને ઇજા

સાળંગ પરદા રોડ પર કપાસ ના જિન ની આગળ પતંગ નો દોરો છકડો ના ડ્રાઈવર ના મોઢા પર આવી જતા છકડો પલટી ખાય ગયો હતો, જેમાં લાખુબેન કાનભાઈ ડેકાની ( ઉ.વ 60, કેરાલા ગામ) નું ઘટના સ્થળ પર જ મોત થયું હતું , બીજા કાંતુબેન વલ્લભભાઈ (ઉ.વ.45, કેરાલા ગામ) , પ્રભાતભાઈ વલ્લભભાઈ ( ઉ.વ 42,કેરાલા ગામ) ને ઇજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ના ડો મયુર ડોડીયા અને પાયલોટ મનહરસિંહ ગોહિલ દ્વારા પ્રાથમીક સારવાર આપી ને ગઢડા સરકારી ખસેડાયા હતા.

ગઢડા શહેરમાં સામાકાંઠે કનૈયા ચોક ઢંસા રોડ પાસે ડિઝલના ટાંકા ને અચાનક આગ લાગી

બેંકીંગ ન્યુઝ


બોટાદના ગઢડા શહેરમાં સામાકાંઠે કનૈયા ચોક ઢંસા રોડ પાસે ડિઝલના ટાંકા ને અચાનક આગ લાગતાં કોઈ જાનહાનિ થઇ નથી.
ફાયબ્રિગેડ સમસર આવી જતા આગ કાબુ માં આવી.

ગઢડામાં કાર અને પીકઅપ વાહન વચ્ચે સર્જાયો અકસ્માત

તસ્વીર - હરેશ સલિયા

આજરોજ ગઢડા શહેરમાં બોટાદ રોડ પર અલ્ટો કાર અને પીકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં અલ્ટો કારને નુકશાન થવા પામ્યું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.

ગઢડા માર્કેટીંગ યાર્ડમાં સુશાસન દિવસ ની ઉજવણી કરવામાં આવી


પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસે તરીકે ઓળખાતા આજરોજ ગઢડા માર્કેટીંગ યાર્ડમાં સુશાસન દિવસ તરીકે ની ઉજવણી કરવામાં આવી હતી એ ઉજવણીમાં ગઢડા નાં ઘારાસભ્યશ્રી આત્મારામ પરમાર હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ગઢડાના વિવિધ સંસ્થાઓ દ્વારા ખેડૂતોને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું 

   આ કાર્યક્રમમાં ગઢડા શહેર મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી, માર્કેટ યાર્ડના ચેરમેન કિરીટભાઈ હુંબલ,માઘુભાઈ વસાણી, મુકેશભાઈ હિહોરીયા, બુઘાભાઇ પરમાર,  તથા  ભાજપના ગઢડાનાના કાર્યકરો તથા ખેડૂતો હાજર રહ્યા હતા.

ગઢડા સ્વામિનારાયણ મંદિર સ્વામીને ગાળો બોલી થપાટ મારનાર DySP સામે તપાસના આદેશ.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા એ તપાસ કરવાનો હુકમ ભાવનગર રેન્જ આઇજીને આપ્યો છે ત્યારે તપાસ બાદ ડીવાયએસપી સામે કોઈ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.


ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુંડાગીરી કરનાર ડીવાયએસપી નકુમ સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ મામલે સરકાર નાં આદેશ બાદ ડીજીપી એ તપાસનો આદેશ કર્યો છે. આ મામલે હવે ભાવનગર રેન્જ આઈજી તપાસ કરશે. આ મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા એ તપાસ કરવાનો હુકમ ભાવનગર રેન્જ આઇજીને આપ્યો છે ત્યારે તપાસ બાદ ડીવાયએસપી સામે કોઈ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.



ઉલ્લેખનીય છે કે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસ પહેલાં બે પંથ વચ્ચે વિવાદ થયો હતો. જે બાદમાં ગઢડા પોલીસ સહિત ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં ડીવાયએસપી નકુમે મંદિરનાં સ્વામીઓને ગંદી ગાળો આપી હતી. આ મામલે એસ.પી સ્વામી એ ભાવનગર રેન્જ આઇજીપી અશોક યાદવ અને સરકારને ડીવાયએસપી નકુમની ગેરવર્તણૂક અંગે રજૂઆત કરી હતી.

 

ગઢડાનું સ્વામિનારાયણ મંદિર સતત ચર્ચામાં રહે છે. અહીં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરે છે. આ વિવાદમાં ગઢડા ડીવાયએસપી પર ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા છે. ગઢડાના એસ.પી.સ્વામી એ ગંભીર આક્ષેપ મૂક્યો છે કે ડીવાયએસપી નકુમે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને મંદિરના નવા ચૂંટાયેલા ચેરમેન રમેશ ભગતને કોલર પકડીને ઓફિસ બહાર કાઢ્યાનો આક્ષેપ મૂક્યો છે. આ સાથે જ ચેરમેનને મા-બેનની ગાળો પણ ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.

ગઢડા શહેરમાં આંગણવાડી કેન્દ્ર નંબર 21 ખાતે મમતા દિવસની ઉજવણી

બોટાદના ગઢડા શહેર ની આંગણવાડી કેન્દ્ર નંબર 21 ખાતે મમતા દિવસ ઉજવણી કરાઈ આઈસીડીએસ કચેરી ગઢડા હેઠળની આંગણવાડી કેન્દ્ર નંબર ૨૧ ખાતે મમતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગણવાડી કાર્યકર અને આરોગ્ય વિભાગ ના નર્સ બહેન ના સંયુક્ત થી આ મમતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતા તેમ જ નાના બાળકોને રસીકરણ ની કામગીરી કરવામાં આવી હતી જેનો લાભ બહોળી સંખ્યામાં માતાઓ અને બાળકોએ હાજરી આપી હતી આપવામાં આવ્યો હતો ઉજવણીમાં આંગણવાડી સુપરવાઇઝર હાજર રહ્યા હતા.

ગઢડા મામલતદાર કચેરી ખાતે કોરોના અંતર્ગત મીટીંગ યોજાઈ


ગઢડા મામલતદાર કચેરી ગઢડા ખાતે કોરોના અંતર્ગત મીટીંગ યોજાઇ હતી જેમાં મામલતદાર તેમજ આરોગ્ય અધિકારી ડો પ્રસાદ સાહેબ હાજર રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ વામાં આવ્યું હતું અને વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી છઠ મિટિંગમાં આઈ સી ડી એચ તેમજ આરોગ્ય નો સ્ટાફ હાજર રહ્યો હતો.

ગઢડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી આગામી 4 ડિસેમ્બરે યોજાશે.

ગઢડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી આગામી 4 ડિસેમ્બરે યોજાશે.


ચૂંટણી પહેલા સહકાર પેનલના 6 ઉમેદવારો બિન હરીફ.
ગઢડા માર્કેટિંગ યાર્ડ ચૂંટણી માં સહકાર પેનલમાં વેપારી મત વિભાગના 4 ઉમેદવારો બિન હરીફ થયા તેમજ ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો ના ઉમેદવારો પણ બિન હરીફ.
ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવારો વચ્ચે આગામી 4 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી.
સહકારી આગેવાન કિરીટભાઈ હુંબલની સહકાર પેનલના વેપારી વિભાગના 4 ઉમેદવારો વનરાજભાઈ તુવર, વજુભાઈ ઔસુરા, પ્રવિણભાઈ મોરડિયા, કિરીટભાઈ હુંબલ થયા બિન હરીફ.
જ્યારે ખરીદ વેચાણ મત વિભાગ ની 2 બેઠકો પર પણ સહકાર પેનલના સુભાષભાઈ હુંબલ અને રજની ભાઈ રાજપરા થયા બિનહરીફ.
સહકાર વિભાગની 6 બેઠકો બિન હરીફ થતા કાર્યકરોમાં ખુશી.
પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ.

ગઢડા કોઠીવાડી વિસ્તારમાં આવેલ ઠાકોરજીના મંદિર દ્વારા તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યુ.

ગઢડા કોઠીવાડી વિસ્તારમાં આવેલ ઠાકોરજીના મંદિર દ્વારા તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યુ


ગઢડા કોઠીવાડી વિસ્તારમાં આવેલ ઠાકોરજીના મંદિર દ્વારા તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું ગઢડા ના સમગ્ર માલધારી સમાજ દ્વારા ઠાકોરજીના વરઘોડા ને બધે ફેરવવા માં આવ્યો હતો અને ઠાકોરજીના ના મંદિરે પ્રસાદી નું આયોજન રાખવામાં આવ્યું હતું

ગઢડામાં પ્રેમી પંખીડાનું પી.એમ ના કરાતા મૃતદેહ હજી પણ હોસ્પિટલમાં


ગઈકાલે ગઢડાના ગઢાળી રોડ પાસે આવેલ મઘરીયા ઘાર વિસ્તારમાં યુવક યુવતીએ સાથે મળીને ઝેરી દવા પીને જીવન ટુકાવ્યું હતું ,જેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગઢડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતું કલાકો વીતવા છતાં પણ હજી સુધી મૃતદેહનું પી.એમ થયું નથી અને ડોક્ટરો ન આવ્યા હોવાથી પી.એમ માં મોડું થયું હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે


ગઢડા ના મઘરીયા ધાર વિસ્તાર માં બે મૃત દેહ મળી આવ્યા

ગઢડા ના મઘરીયા ધાર વિસ્તાર માં એક યુવક અને એક યુવતી નો મૃત દેહ જોવા મળ્યા છે
બંને મૃત દેહ કોના છે તે હજુ સુધી જાણ નથી થઈ.

ગઢડા વિવિધલક્ષી મહિલા કેન્દ્ર ખાતે મહિલા ઉધોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ભારતીય ઉધમીતા વિકાસ સંસ્થાન ગાંધીનગર અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર ના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં 35 બહેનોએ ભાગીદારી નોંધાવી.મહિલાઓ એ પોતાના ઉદ્યોગ માટે લોન મેળવવા માટે ની પ્રક્રિયા અને પ્રોજક પ્રપોઝલ કેમ બનાવવી અને પોતાના પગભર થઈ પોતાનો વ્યવસાય કરે તે માટે ગોવાળિયા રણજીતભાઈ દ્વારા મહિલાઓ ને મોટિવેશન કરવામાં આવ્યા અને વર્તમાન સમયમાં ક્યાં ઉદ્યોગની માંગ છે દરેક વ્યવસાયમાં કઈક નવીન કરવાની કળા વિશે વિગતે ચર્ચા કરવામાં આવી