BREAKING

ગઢડા સ્વામિનારાયણ મંદિર સ્વામીને ગાળો બોલી થપાટ મારનાર DySP સામે તપાસના આદેશ.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા એ તપાસ કરવાનો હુકમ ભાવનગર રેન્જ આઇજીને આપ્યો છે ત્યારે તપાસ બાદ ડીવાયએસપી સામે કોઈ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.


ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુંડાગીરી કરનાર ડીવાયએસપી નકુમ સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ મામલે સરકાર નાં આદેશ બાદ ડીજીપી એ તપાસનો આદેશ કર્યો છે. આ મામલે હવે ભાવનગર રેન્જ આઈજી તપાસ કરશે. આ મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા એ તપાસ કરવાનો હુકમ ભાવનગર રેન્જ આઇજીને આપ્યો છે ત્યારે તપાસ બાદ ડીવાયએસપી સામે કોઈ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.



ઉલ્લેખનીય છે કે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસ પહેલાં બે પંથ વચ્ચે વિવાદ થયો હતો. જે બાદમાં ગઢડા પોલીસ સહિત ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં ડીવાયએસપી નકુમે મંદિરનાં સ્વામીઓને ગંદી ગાળો આપી હતી. આ મામલે એસ.પી સ્વામી એ ભાવનગર રેન્જ આઇજીપી અશોક યાદવ અને સરકારને ડીવાયએસપી નકુમની ગેરવર્તણૂક અંગે રજૂઆત કરી હતી.

 

ગઢડાનું સ્વામિનારાયણ મંદિર સતત ચર્ચામાં રહે છે. અહીં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરે છે. આ વિવાદમાં ગઢડા ડીવાયએસપી પર ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા છે. ગઢડાના એસ.પી.સ્વામી એ ગંભીર આક્ષેપ મૂક્યો છે કે ડીવાયએસપી નકુમે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને મંદિરના નવા ચૂંટાયેલા ચેરમેન રમેશ ભગતને કોલર પકડીને ઓફિસ બહાર કાઢ્યાનો આક્ષેપ મૂક્યો છે. આ સાથે જ ચેરમેનને મા-બેનની ગાળો પણ ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો