BREAKING

સુરતમાં પીપી સવાણી ગ્રુપ અને વતનકે રખવાલે ગ્રુપ દ્વારા વીર શહીદોની સ્વરૂપા બહેનો ને ચેક વિતરણ અને સન્માન સમરોહ યોજાયો.






સૌજન્ય-વિપુલ બારડ-સુરત 

સુરત ખાતે પીપી સવાણી ગ્રુપ અને વતનકે રખવાલે ગ્રુપ દ્વારા દેશના વીર શહીદોની સ્વરૂપા બહેનો નું સન્માન તેમજ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં મંત્રી જયેશ રાદડિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા .

દેશ માટે વીરતા ને વરેલા એવા દેશના સપૂતો વીર શહીદ જવાનોનાપરિવારો સાથે સવેદના નુ સંભારણું એવું વતન કે રખવાલે કાર્યક્રમનું સુરતના પીપી સવાણી ગ્રુપ અને વતન કે રખવાલે ગ્રુપ દ્વારા વીર શહીદો ની સ્વરૂપા બહેનો ને ચેક વિતરણ તેમજ તેમનું સન્માન સમારોહ સુરતના સરદાર સ્મુર્તી ભવન ખાતે યોજવામાં આવ્યો હતો, આ કર્યક્રમ કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા ના અધ્યક્ષપદે યોજાયો હતો જેમાં સુરત પોલીસ કમિશનર, સુરત મ્યુનિસિપલ કમિશનર, પ્રખ્યાત લોકસાહિત્યકાર ઘનશ્યામભાઈ લાખાણી, લોકગાયક કીર્તીદાન ગઢવી તેમજ સુરતના અગ્રણીબિલ્ડર, બિજનેશમેનો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા, આ કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ની થીમ પર સંસ્કુર્તિક કાર્યક્રમ આપ્યો હતો, દેશભક્તિ ના માહોલ સાથે યોજાયેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા પીપી સવાણી ગ્રુપના  મહેશ સવાણી અને તેમની ટીમે ભારે જેહમત ઉઠાવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો