ભાવનગર જીલ્લાના ગારીયાધારના માંડવી ગામે આધેડ પાટીદાર મહિલાની સાથે
દુષ્કર્મ આચરીને તેની હત્યા જધન્ય બનાવ બન્યો છે તેને લઈને એક પછી એક સંગઠનો તેમજ
જ્ઞાતિઓ ન્યાય ની માંગ સાથે રજૂઆત કરવા સામે આવી રહી છે ત્યારે ભાવનાગર તેમજ
ગારીયાધારમાં વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરી આને ન્યાય માટે તંત્ર ને આવેદનપત્ર
પાઠવ્યા હતા.
માંડવી ગામે ગત તારીખ ૧ ડીસેમ્બરના રોજ ભાવનાબેન ખૈની
નામની આધેડ પાટીદાર મહિલાની સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી નાખવાની ઘટના બની હતી.આ બનાવમાં પોલીસે તપાસમાં
જે તે સમયે પરિવાર અને ગામના લોકો ને ગેરમાર્ગે દોરનાર અતુલ બારૈયા નામના શખ્સની
અટકાયત કરી હતી પરંતુ ત્યારબાદ ખાસ તપાસ આગળના વધી હોય અને જેમાં અન્ય કોઈ શખ્સ પણ
આ હત્યામાં સામેલ હોય તેવી આશંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.આ બનાવને દિવસો વીતી ગયા
છતાં પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય પણ અહી આવતા આખરે વિવિધ રાજકીય આગેવાનો,
સંગઠનો ન્યાય ની માંગ સાથે સામે આવી રહ્યા છે, ત્યારે આજે ભાવનગર ના માંડવી જ
ગામના આહીર સમાજના લોકો દ્વારા ગારીયાધાર મામલતદાર ને મોટી સંખ્યા માં એકઠા થઈ અને
આવેદનપત્ર પાઠવી આ કેસ ના તમામ આરોપીઓને તાકીદે ઝડપી સજા આપવામાં આવે તેવી માંગ
કરવામાં આવી હતી, જ્યારે ભાવનગર શહેરમાં એસપીજી ના કાર્યકરો અને શિવસેના ના
કાર્યકરો સાથે મળી અને કલેકટર ને આવેદનપત્ર પાઠવી આ હત્યાકાંડ ના તમામ આરોપીને
તાકીદે પકડવા કડક માંગ કરી હતી અને જો આગામી સમયમાં આ તમામ આરોપી ને ઝડપી પાડવામાં
નહી આવે તો એસપીજી દ્વારા જલદ કાર્યક્રમો આપવાની ચીમકી આપી હતી


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો