ભાવનગર ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેશે.
શિહોર-ધોળા-પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે વિકાસ કામોનું લોકાપર્ણ કરશે
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને શીપીંગ, નેશનલ હાઇવે, કેમિકલ અને ફર્ટીલાઈઝર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તા.૨૪/૧૨/૨૦૧૬ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવનાર છે, તેમ એક અખબારીયાદીમાં જણાવેલ છે.
આ પ્રવાસ દરમિયાન માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તા.૨૪/૧૨/૨૦૧૬ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સહજાનંદ કોલેજ, ભાવનગર ખાતે “ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાયર-એજ્યુકેશન ઇન ગ્લોબલ પ્રોસ્પેક્ટીવ”માં ઉપસ્થિત રહીને પોતાના વિચારો વ્યક્ત કરશે.
બપોર બાદ માનનીય મંત્રી શ્રી વિકાસના કામો માટે પોતાની ગ્રાન્ટમાંથી ભાવનગર જિલ્લાના શિહોર, ધોળા અને પાલીતાણા ત્રણેય રેલવે સ્ટેશન ખાતે વેઈટિંગ રૂમ, બેબી ફીડીંગ રૂમ, શેડ આર.ઓ. કમ વોટર કુલર જેવી જરૂરી સુવિધા લોકો માટે ઉપલબ્ધ કરેલ છે જેનું લોકાપર્ણ કરશે. આ લોકાપર્ણનો કાર્યક્રમ 2.30 કલાકે શિહોર ખાતે, 4-૦૦ કલાકે ધોળા ખાતે અને 5.30 કલાકે પાલીતાણા ખાતે એમ નિર્ધારિત કરવામાં આવ્યા હોવા અંગે અખબારી યાદીમાં જણાવેલ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો