BREAKING

મિત્રએ જ કરાવી લૂંટ, મિત્રને લૂંટ્યો.....પોલીસે તમામ ને ઝડપી પાડ્યા




ભાવનગરના મહિલા કોલેજ સર્કલ નજીક ગત તારીખ ૧૯ ના રોજ સાંજે ૪ વાગ્યાના સુમારે એક લુટની ઘટના બનવા પામી હતી.જેમાં રાકેશ ઠક્કર નામના એક મહેતાજીના સ્કુટર સાથે એક રિક્ષા ચાલકે રિક્ષા અથડાવી ઝગડો કર્યો હતો.જેમાં રિક્ષાને નુકશાન થયું છે અને ખર્ચ આપવો પડશે તેમ કહી માર મારી તેને મુનીડેરી વિસ્તાર માં લઇ ગયેલ જ્યાં અન્ય એક ઇસમે આવી માં સવાર અન્ય બે વ્યક્તિ રાકેશ સાથે ઝગડો કરતા હોય તે સમયે અન્ય એક વ્યક્તિ બહારથી આવી તેની આંખમાં મરચું નાખી રાકેશભાઈના હાથમાં રહેલ ૫.૮૮ લાખની રોકડ રકમનો થેલો ઝુટવી લુટ ચલાવી ફરાર થઇ ગયા હતા .જે ઘટનાના ચાર આરોપીઓને આજે પોલીસે ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે . .

ભાવનગરમાં છેલ્લા એક અઠવાડિયામાં લુટની બે ઘટના બનવા પામી છે.જેમાં એક ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે .જેમાં ગત તારીખ ૧૯ ના રોજ વાઘાવાડી રોડ પર આવેલ ઇનસાઇડ નામની ઓફીસમાં મહેતાજી તરીકે કામ કરતા રાકેશ ઇન્દુભાઈ ઠક્કર પોતાના સ્કુટર પર ૫.૮૮ લાખની રોકડ રકમ લઇને બેંકમાં ભરવા જઈ રહ્યા હતા.મહિલા કોલેજ નજીક બ્લડબેંક રોડ, સત્યમ એપાર્ટમેન્ટ નજીક પસાર થતા સમયે એક રિક્ષા ચાલકે તેની રિક્ષા રાકેશભાઈના સ્કુટર સાથે  સાથે અથડાવી તેને પછાડી દઈ અને તેની સાથે ઝગડો કર્યો હતો જેમાં રિક્ષામાં ઘોબો પડી ગયો છે અને તારે ખર્ચો આપવો પડશે તેમ જણાવી માર પણ માર્યો હતો.આ સમયે બહારથી બીજા એક અજાણ્યા વ્યક્તિએ આવીને રાકેશભાઈની આંખમાં મરચાની ભૂંકી નાખી અને ખર્ચો આપવો પડશે તેમ કહી ફરી માર માર્યો હતો અને આ સમય દરમ્યાન રિક્ષા ચાલક આગળ જતો રહ્યો હોય જેથી આ અજાણ્યા વ્યક્તિ તેના સ્કુટર પાછળ બેસીને રિક્ષા મુનીડેરી ઉભી છે અને ખર્ચો આપવો પડશે તેમ જણાવી ત્યાં લઇ ગયો હતો.જ્યાં મુનીડેરી નજીક પહોચતા જ ફરી તેને રિક્ષામાં ઘસડી જઈ ને માર માર્યો હતો અને તેના મોબાઈલ ની લુટ ચલાવી હતી.આ સમય ગાળા માં બીજા એક અજાણ્યા વ્યક્તિ કે જે સ્કુટર પર આવ્યો હોય તે રાકેશભાઈના સ્કુટરના આગળના ભાગે રહેલો ૫.૮૮ લાખની રોકડ રકમ ભરેલો થેલો લઇ નાસી છૂટ્યો હતો અને બાદમાં રિક્ષા ચાલક અને અજાણ્યો યુવક પણ ત્યાંથી નાસી છૂટ્યા હતા.પોતે લુટાઈ ગયા ની જાણ થતા તેને આ બનાવ અંગેની ફરિયાદ બી.ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ આ બનાવની તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સૌપ્રથમ આ વિસ્તારમાં લાગેલા પોલીસના ત્રીજા નેત્ર સમાન સીસીટીવી કેમરાની મદદ લેવામાં આવી હતી અને જેમાં રિક્ષાના નંબર ના આધારે રિક્ષા ચાલક આમીન હુસૈન ડેરૈયા ની ઉઠાવી લઇ તેની પૂછપરછ શરુ કરી હતી જેમાં આ લુટ માં કોણ કોણ સામેલ હતું તે અંગે પૂછતાં તેને તેનો કુટુંબી સાળો શાહરૂખ ઉર્ફે નવાબ ઉર્ફે કાળીયો હનીફભાઈ પઠાણ તથા યશદીપ સંજયભાઈ વાઘેલા સામેલ હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે આજે બપોરે આ બંને ની અટકાયત કરી હતી તેમજ લુટ ના રૂ.પૈકી ૩,૦૬,૨૮૦ કબજે કર્યા હતા . આ તમામ ની વધુ પુછપરછ કરતા વધુ એક વિગત બહાર આવી હતી જેમાં રાકેશભાઈ ના વર્ષો જુના ખાસ મિત્ર એવા કમલેશ ત્રિભોવનદાસ ઠક્કર કે જેને આ લુટ માં માહિતી આપી ને મદદગારી કરી હતી જેથી પોલીસે તેની પણ સાંજે અટકાયત કરી હતી.આમ આ લુટ માં પોલીસે કુલ ચાર આરોપી તેમજ રોકામ રકમ ૩,૦૬,૨૮૦ તેમજ લુટ માં વપરાયેલ સ્કુટર તથા રિક્ષા કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો