BREAKING

ભાવનગરમાં લુખ્ખા તત્વોનો આતંક, રેડિમેઇડની દુકાનમાં તોડફોડ કરી મચાવ્યો આતંક.



ભાવનગર 13 ઓગષ્ટ

ભાવનગર શહેરમાં દિનપ્રતિદિન લુખ્ખા તત્વો નો આતંક વધી રહ્યો છે.આવા લુખ્ખાઓમાં જાને પોલીસનો કોઈજ ડર ના હોય તેમ લાગે છે, ત્યારે આજે ફરીવાર આવા લુખ્ખાઓએ રેડીમેડ કપડાંની દુકાનમાં આતંક મચાવી અને લૂંટ કરી ફરાર થઇ ચુક્યા હતા.

જાણવા મળતી વિગત મુજબભાવનગર શહેરના દિવાનપરા રોડ પર આવેલ એન્ટિક રેડિમેઇડ કપડાંની દુકાનમાં આજે ત્રણ ચાર ઈસમો કપડાં ખરીદવા આવ્યા હતા અને કપડાં ઉધાર મંગતા દુકાનદારે તેને નાં પાડતા આ ઈસમોએ દુકાનમાં ધમાલ મચાવી દીધી હતી અને દુકાનદાર સાથે માથાકૂટ કરી અને દુકાનમાં તોડફોડ મચાવી અને દુકાન ના ગલ્લા માં રહેક 18000 કરતા વધુ રોકડ ની લૂંટ કરી હોવાનું માલિક જણાવી રહ્યા છે.ઘટનાના પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આ ઘટના ની જાણ પોલીસને થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી અને દુકાનદાર ની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો