BREAKING

પાલીતાણા માં બનાવેલ અમરનાથ ગુફામાં દર્શન કરવા ગયેલ યુવકને શોક લાગતા મોત

તસ્વીર સૌજન્ય અરવિંદ રાઠોડ

પાલીતાણા બ્યુરો

પાલીતાણા ખાતે જન્માષ્ટમી પર્વ દરમિયાન બનાવેલ અમરનાથ ગુફામાં દર્શન કરવા ગયેલ એક યુવક ને  ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું મોત નીપજ્યું હતું.

પાલીતાણા ખાતે જન્માષ્ટમી ની ધામધૂમ ચાલી રહી છે ત્યારે આ ધામધૂમ વચ્ચે  એક પરિવાર માં માતાના નો માહોલ છવાઈ ગયો છે. પાલીતાણા ના ઘેટી રોડ પર આવેલ ઘોબા મંડળ વિસ્તારમાં  અમિતભાઇ વિનુભાઈ ચુડાસમા નામના 22 વર્ષીય યુવક ગાઈકાલ સાંજના સમયે પાલીતાણા તળેટી વિસ્તારમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા બનાવેલ અમરનાથ ગુફાના દર્શન કરવા માટે ગયેલ જ્યા તેને અકસ્માતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવકને તાકીદે પાલીતાણા ની માનસિંહજી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યા સારવાર દરમિયાન યુવક નું મોત નીપજ્યું હતું, યુવકના મોટ થી પરિવારજનો માં શોક નું વાતાવરણ ફેલાઈ ગયું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો