BREAKING

સિહોર ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી.





ભાવનગર;
મંગળવાર; 
આજે તા. ૧૫મી ઓગષ્ટે ૭૧માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાના શિહોરના ઘાંઘળી રોડ પરના ક્રિકેટ છાપરી મેદાન ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન,બાન અને શાન સાથે  ઉજવણી કરાઈ હતી. આજે સવારે ૯/૦૦ કલાકે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના માન. મંત્રીશ્રી આત્મારામભાઈ  પરમારે ધ્વજ્વંદન કરી  રાષ્ટધ્વજની સલામી ઝીલી હતી.
                                આ પ્રસંગે માન. મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં ઉભા રહીને પરેડનુ નિરીક્ષણ કર્યુ હતુ.તેમણે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલને  જિલ્લાના વિકાસ અર્થે રૂપિયા ૨૫/- લાખનો ચેક અર્પણ કર્યો હતો. વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરેલાં વિધાર્થીઓ તથા લોકોનું સન્માનપત્ર તથા શિલ્ડ અર્પણ કરી બહુમાન કરાયુ હતુ. માન. મંત્રીશ્રીએ સ્વચ્છતાલક્ષી વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. તેમણે ટાઉન હોલ ખાતે વ્રુક્ષારોપણ કર્યુ હતુ. નવા ભારતના નિર્માણ માટે સમુહમાં શપથ લેવાયા હતા.શાળાના વિધાર્થીઓ તથા લકુલીશ યોગ યુનિ.ની વિધાર્થીનીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ અને યોગ નિદર્શન કરાયુ હતુ.આ ક્રુતિઓ રજુ કરનારા વિધાર્થીઓને જિલ્લાના સંગઠનના હોદેદ્દારશ્રી મહેન્દ્રસિહ સરવૈયા, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ દ્વારા રોકડ પુરસ્કાર અપાયા હતા.આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આયુષ ઓક,  જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપાંકર ત્રિવેદી, નિવાસી અધિક કલેકટરશ્રી આર. પી. ચૌધરી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડી. ડી. ચૌધરી, પ્રોબેશનરી આઈ. એ. એસ. ઓફીસરશ્રી વિપીન ગર્ગ, પ્રાંત અધિકારીશ્રી કે. એસ. ડાભી, મામલતદારશ્રી ચાવડા, શહેરના અગ્રણીશ્રી નાનુભાઈ ડાંખરા,સંબંધિત કચેરીઓના અધિકારી/પ્રતિનિધિ સહિત શાળાના વિધાર્થીઓ તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો