તસ્વીર સૌજન્ય-અરવિંદ રાઠોડ-પાલીતાણા
પાલીતાણા બ્યુરો
૧૮-ઓગસ્ટ-૧૭
સમગ્ર ગુજરાતમાં જ્યારે જન્માષ્ટમીનો માહોલ છે ત્યારે પાલીતાણામાં જાહેર સ્થળોએ લાગેલા કેટલાક સુત્રો સાથેના બેનરો તેમજ તેમાં લખેલા ફોન નબર દ્વારા ભારે રાજકીય ઉતેજના જગાવી છે, અને આગામી દિવસોમાં ગુજરાતમાં કોઈ નવા રાજકીય પક્ષનો ઉદય થઈ રહ્યો છે કે પછી પ્રજામાં જાગૃતિ ફેલાવવા માટેનો અ પ્રયાસ છે તે સમય કહેશે
પાલીતાણામાંમાં દર વર્ષે ઉજવાતા જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન દરેક પક્ષ તેના બેનરો લગાવે છે પરંતુ આ વર્ષે અચાનક જ જુદાજુદા પાલીતાણાના મૂળભૂત સમસ્યા સાથેના બેનરો લાગતા અને તેમજ એક ફોન નંબર લખાતા ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોના આગેવાનો તેની તરફેણ અને વિરોધ બન્ને કરવામાં આવી રહ્યું છે. આ બેનારોના સુત્રો જોઈએ તો “શું આવનારી પેઢીઓ માટે પણ હીરા અને ડોલીઓ જ મુખ્ય રોજગાર બની રહેશે ?”........”શું પાલીતાણા ના ગામડાઓ ક્યારેય આદર્શ ગામડાઓ બનશે”......સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર માલશે?”.....શેત્રુંજય ડેમનો કાપ અને કેનાલોમાં પડેલ ગાબડાઓ, વીજ જોડાણના પ્રશ્નો વગેરે નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આવનારા દિવસોમાં ગુજરાતમાં કોઈ નવા રાજકીય પક્ષનો ઉદય થઇ રહ્યો છે કે શું? પોસ્ટરમાં છપાયેલા ફોન નંબર પર જ્યારે અમારા સંવાદદાતાએ ફોન કરતા ફોન આપોઆપ કપાઈ ગયો હતો અને આવો કઈક મેસેજ આવ્યો હતો,
જાગૃત વોટરને નમન, અમે જલ્દી તમારી સમક્ષ આવી રહ્યા શીયે, તમારા બધા જ પ્રશ્નોના હલ લાવી શકે તેવા ઉમેદવાર સાથે. #બિરાદર#૨૦૧૭# વોટફોર ચેન્જ, વંદે માતરમ”
જ્યારે આ સમગ્ર મામલે પાલીતાણા કોંગ્રેસના ઉપ પ્રમુખને પૂછવામાં આવતા તેઓએ આ સરકાર વિરુદ્ધ નું હોવાનું કહ્યું હતું, જ્યારે ભાવનગર જીલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાને પૂછવામાં આવતા આ પ્રશ્નો બાબતે પોસ્ટર લગાડનાર ને જાહેરમાં આવી ને ચર્ચા કરવા આમત્રણ આપ્યું હતું.
પરંતુ અહિયા પ્રશ્ન એ થાય છે કે ગુજરાતમાં આજ સુધી મતદારોએ કોઈ ત્રીજા વિકલ્પને સ્વીકાર્યો નથી પરંતુ હમણાં યોજાયેલ રાજ્યસભા ની ચૂટણીમાં જે કાવાદાવાના ખેલ નખાયા તેનાથી પ્રજા પૂરી ત્રસ્ત અને ત્રાહિમામ પોકારી ઉઠી રહી હોય તેમ લાગે છે અને તેની સીધી અસર સોશ્યલ મીડિયામાં બન્ને પક્ષો વિરુદ્ધદેખાઈ રહી છે ત્યારે આ વખતે આવો કોઈ નવો પક્ષ બાજી મારી જાય તો નવાઈ નહિ અને તેની શરૂઆત પવિત્ર નગરી પાલીતાણા થી થતી હોય તેમ લાગે છે.
પાલીતાણામાં નનામા પોસ્ટરોથી રાજકીય વાતાવરણ ગરમાયું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો