રાજ્યના સામાજીક
ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી આત્મરામભાઈ પરમારની ઉપસ્થિતિમાં તા.
૧૫ ઓગષ્ટના રોજ શિહોર ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિનની ઉજવણી
કાર્યક્રમ અંતર્ગત આજે તા. ૧૩ ઓગષ્ટ્ના રોજ જિલ્લા કલેકટર હર્ષદ પટેલની
ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું રીહર્સલ કરાયુ હતુ જેમાં રાષ્ટધ્વજને સલામી,
ધ્વજ્વંદન,રાષ્ટગીતનું ગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન, પરેડનુ વિશ્રામ, રૂપિયા ૨૫
લાખનો ચેક અર્પણ કરવો, સન્માનપત્ર,શીલ્ડનુ વિતરણ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, યોગ
નિદર્શન તથા સાંસ્ક્રુતિક કાર્યક્રમ સહિતની બાબતોનો સમાવેશ કરાયો હતો.
આ રીહર્સલ પ્રસંગે નિવાસી અધિક કલેકટર આર. પી. ચૌધરી, પ્રાંત
અધિકારી ડાભી, મામલતદાર ચાવડા, નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફીસર, પોલીસ
સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ પ્રતિનિધિઓ, શાળાના શિક્ષકો સહિત કાર્યક્રમમાં ભાગ
લેનારા વિધાર્થીઓ તથા શહેરીજનો હાજર રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો